તમારા વાળની તમામ સમસ્યાઓને દૂર કરશે રસોડામાં રહેલી આ વસ્તુ

|

Jul 05, 2022 | 9:11 PM

Fenugreek seeds Benefits for Hair : આપણે ઘણીવાર વાળને લગતી સમસ્યાનો સામનો કરવો પડે છે. તમારા વાળની દરેક સમસ્યા માટેનું સોલ્યુશન તમારા રસોડામાં જ હાજર છે. ચાલો જાણીએ તેના વિશે.

તમારા વાળની તમામ સમસ્યાઓને દૂર કરશે રસોડામાં રહેલી આ વસ્તુ
Hair care tips
Image Credit source: Wedoact

Follow us on

સ્ત્રી હોય કે પુરુષ વાળ દરેકના ચહેરાને આકર્ષક બનાવે છે પણ આ વાળની જાળવણી (Hair care tips) કરવી પણ એટલી જ જરુરી છે. આપણે ઘણીવાર વાળને લગતી સમસ્યાનો સામનો કરતા હોઈએ છે. હાલમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. આ ઋતુમાં વાળ ખરવા વગેરે જેવી તમામ પ્રકારની સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં ઘરના રસોડામાં મળતા મેથીના દાણા (Fenugreek seeds) તમારા માટે ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે.

મેથીના દાણા તમારા ભોજનનો સ્વાદ જ વધારવાની સાથે સાથે તમારા વાળ માટે પણ ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. મેથીના દાણાનો પાઉડર તૈયાર કરીને વાળમાં ઉપયોગમાં લેવાય છે. આ પાવડર વિટામિન A, K, C, ફોલિક એસિડ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને પ્રોટીનથી ભરપૂર હોય છે, તેથી તે માત્ર વાળને ખરતા અટકાવે છે, પરંતુ વાળને સિલ્કી પણ બનાવે છે અને વાળની વૃદ્ધિ માટે તેને સારું માનવામાં આવે છે. ચાલો જાણીએ વાળ માટે મેથીના ફાયદા અને તેનો ઉપયોગ કરવાની રીતો વિશે.

આ રીતે કરો તેનો ઉપયોગ

મેથીના દાણાનો ઉપયોગ કરવા માટે તમે પેસ્ટ બનાવીને વાળમાં લગાવી શકો છો. આ માટે એક કપ મેથીના દાણાને પાણીમાં પલાળી રાખો અને તેને લગભગ 8 કલાક રાખો. તેને મિક્સરમાં સારી રીતે પીસી લો અને તેમાં બેથી ત્રણ ચમચી દહીં મિક્સ કરો. પછી એલોવેરા જેલ મિક્સ કરો અને આ પેસ્ટને વાળમાં લગાવો. લગભગ 1 કલાક સુધી રાખો. ત્યારબાદ વાળને પાણીથી ધોઈ લો. જો તમે ઈચ્છો તો તેલમાં મેથીના દાણા નાંખીને ગરમ કરો. ઠંડુ થયા બાદ આ તેલને એક શીશીમાં ભરી લો. અને તેનો નિયમિત ઉપયોગ કરો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

તેના કારણે વાળને થતાં ફાયદા

1. વાળને સિલ્કી અને મુલાયમ બનાવે છે – જો તમારા વાળ ક્ષતિગ્રસ્ત, શુષ્ક અને નિર્જીવ થઈ ગયા હોય તો પણ તમારે વાળ માટે મેથીનો ઉપયોગ કરવો જોઈએ. મેથીના દાણા વાળની ​​ચમક વધારે છે. તેમને રેશમ જેવું બનાવે છે.

2. ડેન્ડ્રફ માટે શ્રેષ્ઠ ઉપાય – મેથીનો પાઉડર ડેન્ડ્રફ માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. મેથીના દાણા એન્ટીફંગલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે, જે વાળમાંથી ડેન્ડ્રફને દૂર કરે છે. તે ફોલ્લીઓ અને પિમ્પલ્સ વગેરેને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.

3. વાળ ખરવાની સમસ્યા દૂર કરે છે –મેથીના દાણા વાળ ખરવા માટેનો રામબાણ ઈલાજ ગણાય છે. વાળ ખરવા માટે કોર્ટિસોલ જવાબદાર માનવામાં આવે છે. મેથીના દાણા કોર્ટીસોલને ઘટાડીને વાળ ખરતા અટકાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.

4. વાળને લાંબા સમય સુધી કાળા રાખવામાં મદદરૂપ – વાળને અકાળે સફેદ થતાં અટકાવવું ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા વાળને અકાળે સફેદ થતાં અટકાવવા માંગો છો તો મેથીના દાણા પણ આ બાબતમાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે. પોટેશિયમથી ભરપૂર મેથીના દાણા વાળને સફેદ થતા અટકાવે છે.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article