Hair Care in Monsoon : શું તમે પણ માથામાં આવતી ખંજવાળથી પરેશાન છો, આ 3 હેર માસ્ક આજે ટ્રાય કરો

માથામાં ખંજવાળની ​​સમસ્યા ચોમાસા કે વરસાદમાં સૌથી વધુ વધી જાય છે. આનું મુખ્ય કારણ વાળ અને માથાની ચામડીમાં વધુ પડતા ભેજની હાજરી છે. આ ભેજ માથા ઉપરની ચામડીમાં હાજર ગંદકી સાથે મળીને ડેન્ડ્રફ બનાવે છે, જેના કારણે વાળ ધીરે ધીરે ખરવા લાગે છે.

Hair Care in Monsoon : શું તમે પણ માથામાં આવતી ખંજવાળથી પરેશાન છો, આ 3 હેર માસ્ક આજે ટ્રાય કરો
| Edited By: | Updated on: Jul 18, 2023 | 11:37 AM

માથામાં ખંજવાળની ​​સમસ્યા ચોમાસા કે વરસાદમાં સૌથી વધુ વધી જાય છે.   વાળ  ડેન્ડ્રફ ના કારણે  ધીરે ધીરે ખરવા લાગે છે. આ કારણથી ચોમાસામાં વાળની ​​ખાસ કાળજી લેવી જરૂરી માનવામાં આવે છે. એ પણ સાચું છે કે, વરસાદની ઋતુમાં વાળ ઝડપથી ખરવા લાગે છે.શું તમે પણ વાળ ખરવાની કે ડેન્ડ્રફની સમસ્યાનો સામનો કરી રહ્યા છો? બજારમાં ઉપલબ્ધ ઉત્પાદનોને બદલે, તમે ઘરે જ વાળની ​​વધુ સારી રીતે કાળજી લઈ શકો છો.

અહીં અમે તમને એવા 3 હેર માસ્ક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ડેન્ડ્રફ સહિત વાળની ​​ઘણી સમસ્યાઓનો એકમાત્ર ઈલાજ છે. તેમના વિશે જાણો

દહીં અને મધનું માસ્ક

આ માસ્કને બનાવવા માટે એક કપમાં થોડું દહીં લો. તેમાં એક-એક ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરો. હેર માસ્કની પેસ્ટને થોડીવાર માટે બાજુ પર રાખો અને પછી સીધા જ સ્કેલ્પ પર લગાવો. ધ્યાનમાં રાખો કે તમારે સ્નાન કરતા પહેલા અથવા શેમ્પૂ કરતા પહેલા તમારા વાળમાં આ માસ્ક લગાવવો પડશે. તેનાથી ડેન્ડ્રફ તો દૂર થશે જ પરંતુ વાળને સારું પોષણ પણ મળશે.

મેથીનું માસ્ક

મેથીના દાણામાં અનેક ગુણો અને તત્વ છે જે માત્ર હેલ્થ માટે જ ફાયદાકારક નથી. મેથીના દાણાનું માસ્ક બનાવવા માટે મેથીને આખી રાત પલાળી દો. બીજા દિવસે જાસુદના પાંદડાની પેસ્ટ બનાવો અને તેને મેથીના દાણાની પેસ્ટમાં મિક્સ કરો. માથા પર હેર માસ્ક લાગાવો અને અડધા કલાક પછી ધોઈ લો. આ માથાની ખંજવાળ દૂર કરવામાં ઉપયોગી થશે.

એવોકાડો માસ્ક

વાળની સંભાળ રાખવા માટે એવોકાડો પણ બેસ્ટ માનવામાં આવે છે. એવોકાડો માસ્ક બનાવવા માટે તેની પેસ્ટ બનાવી લો. જેમાં મધ અને ઓલિવ ઓયલ પણ મિક્સ કરો. પેસ્ટને અંદાજે 30 મિનિટ સુધી માથામાં રાખો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)