
Suji Roll recipe: જો તમે નાસ્તામાં કેટલીક સ્વાદિષ્ટ અને સરળતાથી તૈયાર વસ્તુઓ બનાવવા માંગતા હો, તો સોજીના રોલ બનાવો. તેનો સ્વાદ લીલી ચટણી સાથે સરસ લાગે છે. તેને બનાવવાનું ખૂબ જ સરળ છે. સોજીની પેસ્ટ તૈયાર કરી તેને કઢાઇમાં પાણીની વરાળની મદદથી પકાવો, આવો જાણીએ તેની પુરી પ્રોસેસ.
સોજી- 1 કપ
મેંદો- 2 મોટી ચમચી
આદુ-1 ટુંકડો
દહીં- 1/2 કપ
નમક- સ્વાદ અનુસાર
પાણી- અડધો કપ
ચિલી ફ્લેક્સ- 1 મોટી ચમચી
લીલા મરચા- 2-3 જીંણા કાપેલા
મીઠો લીમડો- 5-6 પાન
લીલા ધાણા- બારીક કાપેલા
સોજીના રોલ બનાવવા માટે, સૌ પ્રથમ, સોજીને મિક્સરમાં નાખો અને તેને હળવાશથી ગ્રાઇન્ડ કરો. હવે ઉપરથી આદુ, પાણી, મીઠું, દહીં ઉમેરો. હવે મિક્સર ચાલુ કરો અને સોજીની પેસ્ટ તૈયાર થશે. એક બાઉલમાં કાઢીને પછી તેમા ચીલી ફ્લેક્સ, બારીક કાપેલા મરચા, લીલા ધાણા, અને લીમડાના પાન મીક્સ કરો.
હવે કઢાઇને ગેસ પર રાખો અને તેમાં પાણી ઉમેરીને તેને ઉકાળો. પાણીની ઉપર એક બાઉલ રાખો અને બાઉલની ઉપર એક પ્લેટ મૂકો. હવે આ પ્લેટ પર સોજીના બેટરને ફેલાવી દો. 4-5 મિનિટ પછી તમે જોશો કે પ્લેટ પર રાખવામાં આવેલું સોજીનું બેટર આપમેળે જ પાકી ગયું છે. હવે તેને કાઢી લો, હલે ચપ્પુની મદદની પ્લેટ પર આંકા પાડી લો, બાદમાં એક એક કરીને દરેક કાપાને રોલ રોલ વાળો, તમારા સોજીના રોલ તૈયાર, લીલી ચટણી કે ટમેટો કેચઅપ સાથે તેને માણો.
સોજીની રેસીપી તો આપણે જાણી પરંતુ શું તમે જાણો છો, તેના ફાયદા ? આવો આજે જાણીએ સોજીના બેનીફિટ વીષે
1. સોજીનો ગ્લાસેમિક ઇન્ડેક્સ ઘણું ઓછું હોય છે. એટલા માટે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો ખોરાક છે.
2. જો તમે વજન ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો સોજીનો તમારા ડાયટમાં સમાવેશ કરો. તેમાં ખુબ પ્રમાણમાં ફાયબર હોય છે. જે પાચનતંત્રને સારું રાખવામાં મદદ કરે છે.
3. બોડીમાં એનર્જી બનાવવા માટે વિટામીન. ખનિજ અને અન્ય પોષક તત્વોની જરૂર હોય છે અને આ બધું સોજીમાં ભરપૂપ પ્રમાણમાં હોય છે. સોજી હાર્ટ અને કિડનીની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે.
4. સોજીમાં આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેને ખાવાથી એનીમિયા રોગ શક્યતા રહેતી નથી અને જો તમે આ રોગનો શિકાર છો તો આ ખાવાી લોહીની ખામી પૂરી થાય.
5. સોજીમાં ફેટ અને કોલેસ્ટ્રોલ બિલકુલ હોતું ની એટલા માટે તે લોકો માટે સારી છે જેનું કોલેસ્ટ્રોલ વધી જાય છે.