Janmashtami : જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણને પંજરીનો ભોગ ધરાવો, જાણો સરળ રેસિપી

દેશભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.કૃષ્ણ જન્મોત્સવ (Janmashtami )નિમિત્તે અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, પરંતુ પંજીરીનો ભોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ પંજરી બનાવવાની પરંપરાગત રેસીપી.

Janmashtami : જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણને પંજરીનો ભોગ ધરાવો, જાણો સરળ રેસિપી
| Edited By: | Updated on: Sep 07, 2023 | 11:47 AM

ભગવાન કૃષ્ણ જન્મોત્સવ એટલે કે, જન્માષ્ટમી (Janmashtami) સમગ્ર દેશમાં ધામધુમપૂર્વક સેલિબ્રેટ કરવામાં આવે છે. કાન્હાના સ્વાગત માટે સજાવટથી લઈને અનેક પકવાનો બનાવવામાં આવે છે. તેમજ રાત્રે કૃષ્ણ જન્મ બાદ પારંપારિક પંજરીનો ભોગ ધરવામાં આવે છે. તેમજ આ પ્રસાદથી વ્રત પુર્ણ કરવામાં આવે છે. ધાણા પાવડર, બદામ અને ઘીમાંથી બનેલી પંજરી માત્ર સ્વાદમાં જ સારી નથી લાગતી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પંજરીને સરળ સ્ટેપમાં તૈયાર કરી શકાય છે.

આ પણ વાંચો : Health Tips : જો તમે વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટ લીંબુ પાણી પીતા હોવ તો સાવધાન રહો

પંજરી બનાવવામાં વધુ સમય લાગતો નથી. પરંતુ પંજરી બનાવતી વખતે તમામ સ્ટેપ ફોલો કરવા ખુબ જરુરી છે. તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ કે કઈ રીતે પંજરી બનાવવી.

પંજીરી બનાવવા માટેની સામગ્રી

  • સુકા ધાણા પાવડર લગભગ 100 ગ્રામ
  • ખાંડ સ્વાદ મુજબ
  • ડ્રાય ફ્ર્રટ્સ
  • 8 થી 10 લીલી ઈલાયચી
  • ખસખસ લગભગ 50 ગ્રામ
  • ઘી

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips : ભેંસનું દૂધ પીતા હોવ તો આજે જ બંધ કરી દેજો ! રાજીવ દીક્ષિતે જણાવ્યું ગાય અને ભેંસના દૂધમાં અંતર

પંજીરી રેસીપી બનાવવાની રીત

ડ્રાય ફ્રૂટ્સને નાના-નાના ટુકડા કરી લો અને એક પેનમાં બે ચમચી દેશી ઘી નાખીને મધ્યમ આંચ પર શેકી લો અને ડ્રાયફ્રૂટ્સને પ્લેટમાં કાઢીને ઠંડા થવા માટે રાખો. ત્યારબાદ પેનમાં ફરીથી દેશી ઘી ઉમેરો અને તેમાં ધાણા પાવડર ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી તેને સતત હલાવતા રહો. તેને થોડીવાર માટે ઠંડુ થવા દો.

કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ આવે

ત્યારબાદ ડ્રાયફ્રુટ્સ, એલચી, ખસખસ તમામ વસ્તુ ઉમેરી મિક્સ કરો,આ પંજીરી ભોગ ધર્યા પછી, તમે તેને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો. તે એક અઠવાડિયાથી પંદર દિવસ સુધી સરળતાથી બગડતું નથી. જો તમે ઈચ્છો તો આ પંજરીમાં માવો ઉમેરીને પણ લાડુ બનાવી શકો છો. ભગવાન કૃષ્ણનો જન્મ દિવસ કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી દર વર્ષે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ આવે છે. આ વખતે, 7 સપ્ટેમ્બર 2023, બુધવારે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યા છે,

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો