Milk : દુધ ગરમ કરવામાં મોડું થાય અને દુધ ફાટી જાય છે તો, અપનાવો આ સરળ રીત

દુધ આપણા સૌના જીવનનો એક મહત્વનો ભાગ છે. ગરમીની સીઝનમાં દુધ ફાટવાની સમસ્યા ખુબ વધી જાય છે, જેના કારણે ગરમીમાં આપણે દિવસમાં 3-4 વખત દુધ ગરમ કરીએ છીએ.

Milk : દુધ ગરમ કરવામાં મોડું થાય અને દુધ ફાટી જાય છે તો, અપનાવો આ સરળ રીત
Milk
| Edited By: | Updated on: Jul 08, 2021 | 2:41 PM

દુધને વધુ સમય સુધી ઉપયોગ કરવો છે, તો તેમારે દુધને 4-5 કલાકના સમયગાળા દરમિયાન ગરમ કરવું જોઈએ અથવા તો દુધને ફ્રિઝ (fridge)માં રાખવું જોઈએ. ઉંચા તાપમાન અને નીચા તાપમાન (temperature)માં દુધ રાખવાથી દુધ જલ્દી ફાટતું નથી.

દુધ (Milk )આપણા સૌના જીવનનો એક મહત્વનો ભાગ છે, દુધ સિવાય આપણે દુધમાંથી બનેલી અન્ય ચીજવસ્તુઓ જેમ કે, દહી, માખણ, ઘી, લસ્સી, ચીઝ, પનીર, આઈસ્ક્રીમ વગેરેને આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ગરમીની સીઝનમાં દુધ ફાટવાની સમસ્યા ખુબ વધી જાય છે જેના કારણે ગરમીમાં આપણે દિવસમાં 3-4 વખત દુધ ગરમ કરીએ છીએ.

આ સિવાય દુધને વધુ સમય માટે ઉપયોગ કરવા માટે આપણે દુધ (Milk )ને ફ્રિઝમાં રાખીએ છીએ, દુધમાંથી બનેલી અન્ય ચીજવસ્તુઓ ખરાબ થવાથી બચાવવા માટે ફ્રિઝ (fridge)માં રાખવામાં આવે છે. ધી અને માખણને ટેમ્પરેચર (temperature)પ્રમાણે રાખવામાં આવે છે.

ઉંચા અને નીચા તાપમાન પર દુધ જલ્દી ફાટતું નથી

ઘરે આવેલું દુધ (Milk ) જો ગરમ કરવામાં મોડું થાય તો તે ફાટી જાય છે, પરંતુ એવું કેમ થાય છે. દુધ ફાટવાનું કારણ જાણ્યા પહેલા આપણે એ વાત જાણી લેવી જોઈએ કે, દુધ હંમેશા રુમમાં રાખવાથી જ કેમ ફાટે છે. જો રુમના ટેમ્પરેચરમાં રાખવામાં આવેલા દુધને લઈ મોડે સુધી તેને ગરમ કરવામાં ન આવે તો દુધ ફાટી જાય છે.
દુધને લાંબા સમયગાળા દરમિયાન ઉપયોગ કરવો છે તો 4-5 કલાકન સમયે તમારે દુધ ગરમ કરતા રહેવું જોઈએ અથવા તો દુધને ફ્રિઝમાં રાખવું જોઈએ ઉંચા તાપમાન અને નીચા તાપમાનમાં રહેનારું દુધ જલ્દી ફાટતું નથી.
 pH ઓછું હોવાથી દુધ ફાટે છે

તમને જાણીને આશ્વર્ય થશે કે, દુધ (Milk ) ફાટવું તેમની શુદ્ધતાની પણ એક ઓળખ છે. ભેળસેળ કરેલું દુધ રુમના ટેમ્પરેચર (temperature)માં પણ જલ્દી ફાટતું નથી. શુદ્ધ દુધ અનેક ચીજવસ્તુઓ ભેળવી બને છે. જેમાં ફૈટ, પ્રોટીન (Protein) અને શુગર હોય છે. દુધમાં નાના-નાના કણો દુધમાં તરતા હોય છે અને એક બીજાથી દુર રહે છે. દુધમાં રહેલા પ્રોટીનના કણો વચ્ચે જાળવવામાં આવેલું આ અંતર દૂધ (Milk )ને ફાટવાથી બચાવે છે. પરંતુ જ્યારે મોડે સુધી દુધને ગરમ કે પછી ફ્રિઝ (fridge)માં રાખવામાં ન આવે તો તેમનું પીએચ લેવલ (PH level)ઓછું થવા લાગે છે.

મોડે સુધી રુમના ટેમ્પરેચર (temperature)માં રહેવાના કારણે દુધનું પીએચ લેવલ ધીમે-ધીમે ઓછું થાય છે. પ્રોટીનના કારણે એક-બીજાની નજીક આવવા લાગે છે. કોઈ પણ વસ્તુઓનું પીએચ pH લેવલ (PH level) જ્યારે ઓછું થાય છે ત્યારે તે એસિડિક બનવા લાગે છે. જ્યારે દુધનું પીએચ લેવલ (PH level) ઓછું થાય છે ત્યારે એસિડિ થવા લાગે છે માટે દુધ ફાટી જાય છે.

આ પણ વાંચો : Haunted Train : ઈટલીની રહસ્યમય ટ્રેન 140 યાત્રિકો સાથે ગાયબ, આજ સુધી કોઈ પત્તો મળ્યો નથી

આ પણ વાંચો : http://Modi Cabinet Expansion : મહિલા પ્રધાનોએ સાડી પહેરી PM મોદીની નવી ટીમમાં ચાર ચાંદ લગાવ્યા

 

 

Published On - 2:15 pm, Thu, 8 July 21