Image Credit source: AI
શું તમે ક્યારેય આમળા અને બીટના મિશ્રણનો જ્યુસ ટ્રાય કર્યો છે? હેલ્થ એક્સપર્ટ્સ વારંવાર આ જ્યુસ પીવાની સલાહ આપે છે કારણ કે તેમાં વિટામિન-સી અને આયર્નનો ભંડાર છે. આજે અમે તમને આ હેલ્ધી અને ટેસ્ટી જ્યુસની એવી રેસીપી જણાવીશું કે જે પીધા પછી તમે વારંવાર બનાવશો.
જરૂરી સામગ્રી:
- બીટ: 1 કપ (ટુકડા કરેલા)
- આમળા: 1 કપ (સમારેલા)
- આદુ: અડધો ઇંચ (ટુકડો)
- ફુદીનાના પાન: 5-6 નંગ
- શેકેલું જીરું પાવડર: 1/2 ચમચી
- સંચળ (કાળું મીઠું): 1/2 ચમચી
- લીંબુનો રસ: સ્વાદ મુજબ
- મધ: 1 ચમચી
- પાણી: જરૂર મુજબ
બનાવવાની રીત: સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
સ્ટેપ 1: સૌથી પહેલા બ્લન્ડર અથવા મિક્સર જારમાં બીટ, આમળા અને આદુના ટુકડા લો. હવે તેમાં ફુદીનાના પાન ઉમેરો.
સ્ટેપ 2: આ બધી વસ્તુઓને બરાબર બ્લેન્ડ કરી લો. હવે તેમાં એક કપ પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરો.
સ્ટેપ 3: જ્યુસનો સ્વાદ વધારવા માટે આ મિશ્રણમાં જીરું પાવડર, સંચળ અને મધ ઉમેરો. મધ નાખવાથી આમળાનો તૂરો સ્વાદ બેલેન્સ થશે.
સ્ટેપ 4: એકવાર ફરીથી બ્લન્ડર ચલાવી લો જેથી બધી વસ્તુઓ એકરસ થઈ જાય.
સ્ટેપ 5: તૈયાર છે પોષક તત્વોથી ભરપૂર જ્યુસ! હવે તેને ગ્લાસમાં ગાળી લો અને જો તમે ઈચ્છો તો ઉપરથી લીંબુનો રસ ઉમેરીને સર્વ કરો.
આ જ્યુસ પીવાના અદભૂત ફાયદા:
- ઇમ્યુનિટી બૂસ્ટર: વિટામિન-સી થી ભરપૂર હોવાથી તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- લોહીની કમી દૂર કરે: બીટમાં રહેલું આયર્ન શરીરમાં હિમોગ્લોબિન લેવલ વધારવામાં મદદ કરે છે.
- વજન ઘટાડવા: વેટ લોસ જર્નીમાં આ જ્યુસ બેસ્ટ ડિટોક્સ ડ્રિંક સાબિત થઈ શકે છે.
- ચામડી અને વાળ: આ જ્યુસ પીવાથી ત્વચામાં ચમક આવે છે અને વાળ ખરતા ઓછા થાય છે.
- હૃદય અને પાચન: તે પાચનતંત્રને સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.
Top 70 AI Projects List : 60 દેશોમાંથી ટોપ-70 AI પ્રોજેક્ટ્સની પસંદગી, હેલ્થ અને એગ્રીકલ્ચરમાં લાવશે બદલાવ, વાંચવા માટે અહીં ક્લિક કરો