માથાના વાળના Dandruffની સમસ્યામાંથી છુટકારો મેળવવા અપનાવો આ આર્યુર્વેદિક ઉપચારો, ઝડપથી મળશે રાહત

|

Aug 16, 2022 | 9:20 PM

Ayurvedic remedies : આપણે જીવનમાં ક્યારેકને ક્યારેક વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડૈંડ્રફની સમસ્યા પણ વાળની મુખ્ય સમસ્યામાંથી એક છે. આર્યુર્વેદિક ઉપચારો દ્વારા આવી સમસ્યાઓને દૂર કરી શકાય છે.

માથાના વાળના Dandruffની સમસ્યામાંથી છુટકારો મેળવવા અપનાવો આ આર્યુર્વેદિક ઉપચારો, ઝડપથી મળશે રાહત
Ayurvedic remedies
Image Credit source: file photo

Follow us on

Ayurvedic Remedies: આપણે જીવનમાં ક્યારેકને ક્યારેક વાળની સમસ્યાનો સામનો કરવો પડે છે. ડેન્ડ્રફની (Dandruff) સમસ્યા પણ વાળની મુખ્ય સમસ્યામાંથી એક છે. આર્યુર્વેદિક ઉપચારો દ્વારા આવી સમસ્યાઓને દૂર કરી શકાય છે. ડેન્ડ્રફે મોટાભાગના લોકોના વાળમાં થતી સમસ્યા છે. તેને કારણે માઠા પર વધારે ખંજવાળ આવે છે. કેટલાક લોકો બજારના મોંઘા પ્રોડક્ટસનો આ સમસ્યા દૂર કરવા માટે ઉપયોગ કરતા હોય છે. જો આ ડેન્ડ્રફ લાંબા સમય સુધી તમારા વાળમાં રહે તો તે તમારા વાળને નુકશાન પહોંચાડી શકે છે. ભારતમાં પ્રાચીન કાળથી માનવીની સમસ્યાઓ દૂર કરવા માટે આર્યુર્વેદિક ઉપાચારોનો ઉપયોગ થાય છે. તમે પણ આ વાળની સમસ્યા દૂર કરવા માટે આર્યુર્વેદિક ઉપાચારો અપનાવી શકો છો. આ આર્યુર્વેદિક ઉપાચારોમાં પ્રાકૃતિક સામ્રગીનો ઉપયોગ થાય છે.

લીમડાના પાન – લીમડામાંથી તમને એન્ટીફંગલ, એન્ટીબેક્ટીરિલ અને એન્ટીસેપ્ટિક ગુણ મળશે. લીમડાના પાનથી ખજવાળ અને બળતરામાંથી છુટકારો આપવામાં મદદ કરે છે. તમારા વાળને લીમડાના પાનવાળા ગરમ ઉકાળેલા પાણીથી ધોઈ લો. દહીંમાં લીમડાના પાન મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. તેને વાળમાં 15-20 મિનિટ સુધી લગાવી રાખો. પછીથી ધોઈ કાઢો.

મેથીના દાણા – તમારા વાળ માટે મેથીના દાણા ખુબ ફાયદાકારક છે. તમારા વાળની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તે મેથીના દાણા ખુબ ફાયદો આપે છે. તેનાથી તમે તમારા વાળ સફેદ કરતા પણ બચાવી શકો છો. મેથીના દાણાને રાત્રે ભીના કરીને રાખો. સવારે તે ભીના મેથીના દાણાને પીસી લો. તેમાં દહીં અને 1 ટેબલ સ્પૂન ત્રિફલા ચૂરણ ઉમેરો. તેને બરાબર મિક્સ કરીને માથા પર લગાવો. તેને 1 કલાક સુધી લગાવી રાખી તેને સેમ્પૂથી ધોઈ કાઢો.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

એલોવેરા – શરીર અને ત્વચાની સારસંભાળ માટે એલોવેરા સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. એક પાત્રમાં 1 ટેબલ સ્પૂન એલોવેરા લો. તેમાં 2 ટેબલ સ્પૂન કાસ્ટર ઓઈલ ઉમેરો. આ મિશ્રણને માથામાં લગાવો. તેને આખી રાત લગાવી રાખો. ત્યારબાદ તેને સેમ્પૂથી ધોઈ કાઢો. તેનાથી તમારી તમામ સમસ્યાઓ દૂર થશે અને વાળ વધારે મૂલાયમ બનશે.

નારિયેલ તેલ અને લીંબુનો રસ – એક વાસણમાં એક ટેબલ સ્પૂન નારિયેલનું તેલ લો. તેને ગરમ કરો. તેમા લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણથી માથા પર મસાજ કરો. તેને 1-2 કલાક સુધી માથા પર લગાવી રાખો અને ત્યારબાદ તેને સેમ્પૂથી ધોઈ કાઢો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી

Next Article