Dark Circles Treatment : આંખ નીચેના ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા કરો હળદરનો ઉપયોગ

|

Sep 11, 2021 | 11:37 AM

જો તમે ડાર્ક સર્કલને કારણે પરેશાન છો, તો પછી કેમિકલ આધારિત બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને બદલે, તમે ઘરેલું ઉપાયો અજમાવીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

Dark Circles Treatment : આંખ નીચેના ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા કરો હળદરનો ઉપયોગ
Turmeric Powder

Follow us on

Dark Circles Treatment : આંખોની આસપાસ ડાર્ક સર્કલ આપણામાંના ઘણા લોકો માટે સામાન્ય સમસ્યા છે. ડાર્ક સર્કલને કારણે ઘણીવાર તમે થાકેલા અને વૃદ્ધ દેખાવ છે. આ કિસ્સામાં તમે હળદર (Turmeric)નો ઉપયોગ કરી શકો છો. હળદર તમારા ડાર્ક સર્કલ (Dark Circles)ને દૂર કરવામાં મદદ કરે છે કારણ કે તેમાં એન્ટી-ઓક્સિડન્ટ ગુણ હોય છે. ચાલો જાણીએ કે કેવી રીતે હળદરનો ઉપયોગ ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે કરી શકાય છે.

ડાર્ક સર્કલ માટે મધ અને હળદર

એક ચમચી ઓર્ગેનિક મધ, એક ચપટી હળદર પાવડર (Turmeric Powder) અને તાજા લીંબુ (Lemon)ના રસના થોડા ટીપાં એક સાથે મિક્સ કરો. આ મિશ્રણને ડાર્ક સર્કલ (Dark Circles) પર લગાવો. 2 મિનિટ સુધી મસાજ કરો. તેને કુદરતી રીતે સુકાવા દો અને પછી તેને ધોવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો. તમે અઠવાડિયામાં 3 વખત આ ઉપાય કરી શકો છો.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ડાર્ક સર્કલની સારવાર માટે ઓલિવ તેલ અને હળદર

એક ચમચી ઓલિવ તેલ અને એક ચપટી હળદરને ભેળવીને પેસ્ટ બનાવો. તેને આંખોની નીચે થોડું લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. સાદા પાણીથી ધોઈ લો અને અઠવાડિયામાં ત્રણ વખત તેનો ઉપયોગ કરો.

ડાર્ક સર્કલ માટે દહીં અને હળદર

એક ચમચી દહીંમાં એક ચપટી હળદર (Turmeric Powder) ઉમેરો અને મિક્સ કરો. આંખોની આસપાસ, તમારી આંગળીઓથી પેસ્ટ લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો અને તાજા પાણીથી ધોઈ લો.

ડાર્ક સર્કલ માટે કાકડી અને હળદર

અડધી કાકડીને છીણીને તેનો રસ કાઢી. કાકડી (Cucumber)ના રસમાં એક ચપટી હળદર પાવડર (Turmeric Powder) ઉમેરો અને એક સાથે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને આંખોની નીચે ડાર્ક સર્કલ (Dark Circles) પર લગાવો. તેને 15-20 મિનિટ માટે રહેવા દો. અઠવાડિયામાં 3-4 વખત લગાવો.

ડાર્ક સર્કલ દૂર કરવા માટે દૂધ, મધ અને હળદર

એક વાટકીમાં દૂધ, મધ (Honey) અને હળદર પાવડર એક ચમચી લો. તેને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને અંડર આઇ એરિયા પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. તાજા પાણીનો ઉપયોગ કરો અને અઠવાડિયામાં 2 થી 3 વખત લગાવો શકો છો.

હળદર અને બટાકાના રસથી ડાર્ક સર્કલથી છુટકારો મેળવો

મધ્યમ કદના બટાકા (Potatoes)ને છીણી લો અને બટાકામાંથી રસ કાઢી લો. રસમાં ચપટી હળદર પાવડર (Turmeric Powder) ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. તેને અંડર આઇ એરિયા પર લગાવો અને 15-20 મિનિટ માટે રહેવા દો. સાદા પાણીથી ધોઈ લો અને દર બીજા દિવસે લગાવો.

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો : Lionel Messi: આર્જેન્ટિનાને હેટ્રિકથી જીતાડ્યા બાદ લિયોનેલ મેસ્સી ભાવુક થયો, કારણ તમને પણ ભાવુક કરી દેશે

Published On - 11:37 am, Sat, 11 September 21

Next Article