Child Care Tips : જો તમે નવા માતા બન્યા છો તો, બાળકની સાર સંભાળ માટે અપનાવો આ ટીપ્સ, બાળ ઉછેરમાં મળશે મદદ

|

Feb 18, 2022 | 8:49 AM

નવી માતા બન્યા હોય અને તમારી આસપાસ કોઈ વડીલો ન હોય તો તમારે ઘણી બધી બાબતો જાણવાની જરૂર છે કારણ કે આ પહેલા તમને બાળ સંભાળનો કોઈ અનુભવ નથી. અહીં જાણો બાળકની સંભાળની કેટલીક સરળ ટિપ્સ જે તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

Child Care Tips : જો તમે નવા માતા બન્યા છો તો, બાળકની સાર સંભાળ માટે અપનાવો આ ટીપ્સ, બાળ ઉછેરમાં મળશે મદદ
symbolic image

Follow us on

એવું કહેવાય છે કે જ્યારે સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે તેનામાં આપમેળે માતૃત્વના ગુણો આવી જાય છે. દિવસ-રાત તેની ઊંઘ અને તબિયત બગાડીને તે પોતાના બાળકને દરેક ખુશી આપવાનો પ્રયત્ન કરે છે. પરંતુ નાના બાળકની સંભાળ રાખવી એ સરળ બાબત નથી. ખાસ કરીને જો તમે નવી માતા બની હોય અને તમારી આસપાસ કોઈ વડીલો ન હોય તો તમારે ઘણી બધી બાબતો જાણવાની જરૂર છે કારણ કે આ પહેલા તમને બાળ સંભાળ (Baby Care Tips) નો કોઈ અનુભવ નથી. અહીં જાણો બાળકની સંભાળની કેટલીક સરળ ટિપ્સ જે તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

બાળકની સંભાળની સરળ ટીપ્સ

1. નાના બાળકમાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત નથી હોતી, તેથી જલ્દીથી ચેપ લાગવાની સંભાવના હોય છે. તેથી બાળકને ખોળામાં લેતી વખતે સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાળક માતાની સૌથી વધુ નજીક રહે છે, તેથી માતાએ બાળકની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

2. બાળકને ખોળામાં લેવાની સાચી રીત શીખવી જોઈએ, નહીંતર બાળકની ગરદનમાં સમસ્યા થઈ શકે છે. બાળકને ખોળામાં ઉચકતી વખતે તેનું માથું અને કરોડરજ્જુને ટેકાથી ઉંચુ કરો. બાળકને તમારા ખોળામાં હલાવવાની આદત ન રાખો, તેની પીઢ થાબડો અને સ્નેહ આપો.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

3. બાળકનું ડાયપર 4 થી 5 કલાકમાં બદલવું જોઈએ. લાંબા સમય સુધી ગંદા ડાયપર પહેરવાથી બાળકમાં ચેપ અને એલર્જીનું જોખમ વધી જાય છે. ડાયપર બદલતી વખતે તે ભાગને રૂ અને પાણીની મદદથી સાફ કરો અને ટુવાલથી લૂછી લો. આ પછી, થોડું તેલ કે ક્રિમ લગાવો, જેથી બાળકને ફોલ્લીઓ ન થાય.

4. નવજાત શિશુ માટે ફીડ અને ઊંઘ બંને જરૂરી છે, પરંતુ તે તમને કહી શકતુ નથી, ફક્ત રડીને એક્સપ્રેસ કરે છે. આવી સ્થિતિમાં તમારે તેની જરૂરિયાત સમજવી જોઈએ.

5. બાળકના ઓડકારની જવાબદારી પણ માતાની છે. બર્પિંગ માટે, ખોરાક આપ્યા પછી, બાળકને તમારી છાતી પર મૂકો અને હળવા થપથપાવો. આનાથી બાળક સરળતાથી ઓડકાર આવી જશે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેના ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

આ પણ વાંચો :Surat Airport : સુરત એરપોર્ટ વિસ્તરણને લઈને એરપોર્ટ એડવાઇઝરી કમિટીની બેઠક મળી, પેરેલલ રન વે બનાવવાના કામમાં ઓએનજીસીની પાઇપલાઇનનો અવરોધ

આ પણ વાંચો :આ યોજના મહિલાઓને સારી કમાણી માટે આપી રહી છે તક, જાણો યોજના વિશે વિગતવાર

Next Article