
કહેવામા આવે છે કે મા-બાપ બાળકને જન્મ આપે છે પણ જે તેને મોતના મુખ માંથી બચાવે છે તે ભગવાન છે. આવું જ કંઈક બર્લિન હાર્ટ દ્વારા બે વર્ષની બાળકીને જીવનદાન આપવામાં આવ્યું છે. એપોલો હોસ્પિટલના ડૉક્ટરોની ટીમે આ સમગ્ર કામગીરી કરી છે.
આ છોકરીને લગાવવામાં આવેલ આર્ટિફિશિયલ હાર્ટને મેડિકલ ટર્મમાં બર્લિન હાર્ટ કહેવામાં આવે છે. બર્લિન હાર્ટ એ વેન્ટ્રિક્યુલર સહાયક ઉપકરણનો એક પ્રકાર છે. મહત્વનુ છે કે આ વસ્તુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા દર્દીઓ માટે એક અસ્થાયી ઉપાય માનવમાં આવે છે.
બર્લિન હાર્ટની આ સર્જરી કરનાર ડોકટરોની ટીમમાના એક, ડો. મુકેશ ગોયલે જણાવ્યું હતું કે, બર્લિન હાર્ટ એવા દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવે છે જેમને તાત્કાલિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે. પરંતુ કોઈ હૃદય નું ડોનેશન આપનાર નથી. કોઈ પણ દર્દીને હાર્ટ ડોનર મળવામાં લગભગ 6 મહિનાથી 2 વર્ષનો સમય લાગી શકે છે.
આવી સ્થિતિમાં આ કૃત્રિમ ઉપકરણ દ્વારા દર્દીને જીવિત રાખવામાં આવે છે. આ ઉપકરણમાં પંપ શરીરની બહારની મશીનરી સાથે જોડાયેલ રહે છે. અને લોહી પંપ કરે છે. આવી સ્થિતિમાં દર્દીને હોસ્પિટલના ICUમાં રહેવું પડે છે.
પરંતુ ઘણા કિસ્સાઓમાં જ્યાં વાસ્તવિક હૃદય ટ્રાન્સપ્લાન્ટ મુશ્કેલ હોય છે, જેમ કે દર્દીઓ જેઓ ખૂબ વૃદ્ધ છે અથવા જેમનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય નથી. આવી સ્થિતિમાં, તે દર્દીઓએ અંતિમ ઉપચાર દ્વારા કૃત્રિમ હૃદય પર બાકીનું જીવન પસાર કરવું પડશે. આમાં વ્યક્તિ 8 થી 10 વર્ષ સુધી જીવિત રહી શકે છે.
કૃત્રિમ અવયવો વિશે વાત કરતાં ડૉ.ગોયલે જણાવ્યું હતું કે, વર્તમાન ટેક્નોલોજીમાં હજુ પણ સુધારા માટે ઘણો અવકાશ છે અને આ કૃત્રિમ અંગો દ્વારા ભવિષ્યમાં લાખો લોકોના જીવ બચાવી શકાય છે.
હાલમાં આ કૃત્રિમ હૃદય સાથે 4 મહિના જીવતી બાળકીને સાચુ હૃદય મળી ગયું છે. તબીબોએ સફળતાપૂર્વક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરીને બાળકીને નવું જીવન આપ્યું છે. હવે તેને હાલત સંપૂર્ણપણે સ્થિર છે.
આ પણ વાંચો : ગર્ભાવસ્થા દરમિયાન ઉલટી શા માટે થાય છે? આ ઘરેલુ ઉપાયોથી મળશે રાહત
અગાઉ ચેન્નાઈમાં આવી જ એક સર્જરી કરવામાં આવી હતી. પરંતુ તે સર્જરીમાં દર્દી કૃત્રિમ હૃદય વડે માત્ર 2 અઠવાડિયા સુધી જીવિત રહી શક્યો. ભારતમાં આ બીજી આવી જ સર્જરી છે જે દિલ્હીની એપોલો હોસ્પિટલના ડોકટરો દ્વારા કરવામાં આવી હતી, જેમાં છોકરી 4 મહિના સુધી લાંબુ અંતર કાપવામાં સફળ રહી હતી.
Published On - 6:57 pm, Fri, 1 December 23