
ઠંડા પાણીથી સ્નાન કરોઃ જો તમને શરીર પર ખીલની સમસ્યા હોય તો ન્હાવા માટે માત્ર ઠંડા પાણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. જો કે, શિયાળામાં તમે સ્નાન માટે થોડું ગરમ પાણી લઈ શકો છો.

એક્સફોલિએટ: ચહેરાની જેમ શરીરના ખીલ દૂર કરવા માટે પણ સ્ક્રબિંગની મદદ લેવી જોઈએ. અઠવાડિયામાં એકવાર બોડી સ્ક્રબ કરો.

આવા કપડાં પહેરોઃ આમ તો શિયાળાની ઋતુ ચાલી રહી છે. પરંતુ જો તમે શરીરના ખીલથી પરેશાન છો, તો તમારે રાત્રે સૂતી વખતે સુતરાઉ કપડાં અવશ્ય પહેરવા જોઇએ અને એવા કપડાં પહેરો જે ઢીલા હોય.

મધ-તજ: મધ શરીરને હાઇડ્રેટેડ રાખશે, ત્યારે તજ ખીલ દૂર કરવાનું કામ કરશે. તેની પેસ્ટ બનાવો, તેને લગભગ એક કલાક માટે લગાવી રાખો અને પછી તેને ઠંડા પાણીથી ધોઇ લો.

લીમડાના પાન: લીમડાની પેસ્ટ શરીરમાં થતા દાણાને દૂર કરવામાં અસરકારક છે. પાંદડાને પીસીને તેની પેસ્ટ શરીર પરના ખીલ પર લગાવો. તેનાથી તમને ઝડપથી રાહત મળી શકે છે.
Published On - 11:39 pm, Tue, 28 December 21