Dark Lips : હોઠની કાળાશથી પરેશાન છો? આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

|

Sep 24, 2022 | 7:52 PM

પોષણની અછત અને સ્મોકિંગ જેવા અલગ અલગ કારણોને લીધે હોઠ કાળા (Black Lips) પડી જાય છે. જેને ઘરે જ કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને ઠીક કરી શકાય છે. આ માટે તમે લીંબુ, મધ, એલોવેરા અને નારિયેળ તેલનો (કોકોનટ ઓયલ) ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને કાળા હોઠ દૂર કરવાના આ ઉપાયો વિશે જણાવીશું.

Dark Lips : હોઠની કાળાશથી પરેશાન છો? આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપચાર
Black Lips

Follow us on

લોકો સુંદર દેખાવા માટે પોતાના હોઠનું ખાસ ધ્યાન રાખે છે. પરંતુ ઘણા કારણોસર આપણા હોઠ કાળા (Black Lips) થઈ જાય છે. તમને જણાવી દઈએ કે કેમિકલથી ભરપૂર કોસ્મેટિક પ્રોડક્ટ્સ, રેગ્યુલર સ્મોકિંગ અને સૂર્યના વધુ પડતા સંપર્ક સિવાય પણ ઘણા કારણો હોઈ શકે છે, જેના કારણે હોઠ કાળા થઈ જાય છે. તમારા કાળા હોઠની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો. આ માટે તમે લીંબુ, મધ, એલોવેરા અને નારિયેળ તેલનો (કોકોનટ ઓયલ) ઉપયોગ કરી શકો છો. આજે અમે તમને કાળા હોઠ દૂર કરવાના આ ઉપાયો (Black Lips Care Tips) વિશે જણાવીશું.

લીંબુ અને મધનો કરો ઉપયોગ

મધ અને લીંબુને મિક્સ કરી લગાવવાથી તમારા હોઠ કોમળ બને છે. મધ અને લીંબુ લગાવવાથી હોઠની કાળાશ દૂર થાય છે. આ માટે તમારે એક ચમચી લીંબુના રસમાં મધ મિક્સ કરવું પડશે. બંનેને સારી રીતે મિક્સ કર્યા પછી તેને તમારા હોઠ પર ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ સુધી સ્ક્રબ કરો. ત્યાર બાદ હોઠને પાણીથી ધોઈ લો. તમે તેને દિવસમાં એકવાર હોઠ પર લગાવી શકો છો.

કોકોનટ ઓયલ (નારિયેળ તેલ)

કોકોનટ ઓયલ (નારિયેળ તેલ) તમારા હોઠ માટે પણ ફાયદાકારક છે. નાળિયેર તેલમાં મોઇશ્ચરાઈઝિંગના ગુણધર્મો પણ છે, જે તમારા હોઠને નરમ રાખવામાં મદદ કરી શકે છે. તમને જણાવી દઈએ કે નારિયેળ તેલ તમારા હોઠને શુષ્ક અને કાળા થવાથી બચાવે છે. તમે તેને દિવસમાં બે વાર તમારા હોઠ પર લગાવી શકો છો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

એલોવેરા (કુંવારપાઠું)

તમને જણાવી દઈએ કે ત્વચા અને વાળની ​​સંભાળ રાખવા સિવાય એલોવેરા તમારા હોઠની કાળાશને દૂર કરવામાં પણ મદદ કરે છે. અડધી ચમચી એલોવેરા જેલ લો અને તેને તમારા હોઠ પર લગાવો. જે બાદ તમે થોડીવાર પછી હોઠને પાણીથી ધોઈ લો.

ખીરા કાકડી

આ સિવાય તમે ખીરા કાકડી તમારા હોઠની કાળાશ દૂર કરવા માટે પણ ફાયદાકારક છે. ખીરા કાકડીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે કાળાશ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. કાકડીના ટુકડા કાપીને સારી રીતે પીસી લો. હવે આ પેસ્ટને હોઠ પર 15 થી 20 મિનિટ સુધી લગાવો અને ત્યારબાદ પાણીથી ધોઈ લો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. ડોક્ટરની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Next Article