
Beauty Tips : કેટલાક લોકો સુંદર દેખાવા માટે અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ કેમિકલથી ભરપૂર ઉત્પાદનો ક્યારેક ત્વચા પર ખૂબ જ ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. તમે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ ટીપ્સ તમારા ચહેરાને ચમકદાર બનાવવાની સાથે તમારા વાળને પણ ચમકદાર બનાવશે. જેમાં બ્લેકહેડ્સ દૂર કરવાથી લઈને દાંતને સાફ રાખવા સુધીની અનેક ટીપ્સ આપવામાં આવી છે. તમે પણ તેમને ટ્રાય કરી શકો છો.
એક બાઉલમાં 4 થી 5 ચમચી કાચું દૂધ લો. આ દૂધમાં એક ચપટી હળદર ઉમેરો. આ પછી આ દૂધને ચહેરા પર લગાવો. તેનાથી થોડા જ દિવસોમાં તમારા ચહેરા પર કુદરતી ચમક આવી જશે.
સૌથી પહેલા એક બીટના ટુકડા એક ગ્લાસ પાણીમાં નાંખી બ્લેન્ડરમાં ફેરવી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને 5 મિનિટ માટે ગેસ પર તૈયાર કરો. હવે મેહંદી પાઉડરમાં થોડી કોફી મિક્સ કરો. જેમાં બીટની પેસ્ટનો રસ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને વાળ પર લગાવો. થોડા સમય પછી પાણીથી વાળ સાફ કરી નાંખો.
સરસવના તેલમાં એક ચપટી મીઠું મિક્સ કરો. આ બે વસ્તુઓ મિક્સ કરીને દાંત અને પેઢા પર મસાજ કરો. આ મિશ્રણથી દાંત સ્વચ્છ અને સ્વસ્થ બને છે.
એક ચમચી લીંબુના પાણીમાં ખાંડ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને થોડા સમય માટે હોઠ પર સ્ક્રબ કરો. જેનાથી હોઠની કાળાશ દુર થઈ જશે. આ સ્ક્રબ હોઠને ગુલાબી બનાવશે.
ગરમ પાણીમાં એલોવેરા જેલ મિક્સ કરો. હવે પાણીથી સ્ટીમ લો. આ સ્ટીમ સ્ક્રિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવે છે. આ સ્ટીમ ચેહરા પરની ગંદકીને પણ દુર કરશે.
ટુવાલને ગરમ પાણીમાં પલાળીને ચહેરા પર 10 કે 15 મિનિટ સુધી રાખો. તે છિદ્રોને ઊંડે સુધી સાફ કરે છે. આનાથી બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ દૂર થાય છે.
ચોખાના પાણીથી વાળ સાફ કરો. જેનાથી વાળ ચમકદાર બનસે. તે વાળને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)