Beauty Tips : વાળને ચમકદાર અને મજબૂત બનાવવા અજમાવી જુઓ કોફીનો હેર માસ્ક

|

Mar 05, 2022 | 7:00 AM

એક ટેબલસ્પૂન કોફી પાઉડર અને 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ મિક્સ કરીને માસ્ક તૈયાર કરો. વાળના મૂળથી છેડા સુધી આખા વાળ પર માસ્ક લગાવો. માસ્કને 30-40 મિનિટ માટે છોડી દો. તેને ધોવા માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરો અને તમે અઠવાડિયામાં એક કે બે વાર આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.

Beauty Tips : વાળને ચમકદાર અને મજબૂત બનાવવા અજમાવી જુઓ કોફીનો હેર માસ્ક
coffee hair mask for shiny hair (Symbolic Image )

Follow us on

એક કપ કોફી(Coffee ) તમને દિવસભર ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે. વાળની(Hair ) ​​સંભાળ માટે કોફીનો ઉપયોગ ત્વચાને (Skin ) એક્સ્ફોલિએટ કરવા માટે પણ થાય છે. કોફી વાળને ચમકદાર, મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે વાળના વિકાસમાં પણ મદદ કરે છે.

કોફીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેનો ઉપયોગ શેમ્પૂ, કંડિશનર અને સીરમ માટે પણ થાય છે. તમે ઘરે વાળ માટે તમારા પોતાના કોફી હેર માસ્ક સરળતાથી તૈયાર કરી શકો છો. આ તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે કોફીમાં વિવિધ કુદરતી ઘટકોને મિક્સ કરીને હેર માસ્ક બનાવી શકો છો.

કોફી અને નાળિયેર તેલ હેર માસ્ક

એક પેનમાં 2 કપ નાળિયેર તેલ ગરમ કરો. તેમાં 1/4 કપ રોસ્ટેડ કોફી બીન્સ ઉમેરો. થોડીવાર માટે ઢાંકણ બંધ રાખીને ધીમી આંચ પર પકાવો. તે બળી ન જાય તેનું ધ્યાન રાખો. હવે આંચ બંધ કરી દો. કોફી બીન્સને અલગ કરવા માટે તેલને ફિલ્ટર કરો. તેને કાચની બોટલમાં ભરીને રાખો. શેમ્પૂ કરતા પહેલા આ તેલથી સ્કેલ્પમાં માલિશ કરો. તેને એક કલાક માટે રહેવા દો. તે પછી હળવા સાબુથી ધોઈ લો

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

કોફી અને એરંડા તેલ હેર માસ્ક

આ માટે 1 ચમચી કોફી પાવડર લો. 2 ચમચી એરંડાનું તેલ લો. તેમને એકસાથે મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં મૂળથી છેડા સુધી લગાવો. તેને 30 થી 40 મિનિટ સુધી રહેવા દો. તે પછી વાળને હળવા શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.

કોફી અને એલોવેરા હેર માસ્ક

1 ચમચી કોફી પાવડર અને 2 ચમચી એલોવેરા જેલ લો. તેમને એકસાથે મિક્સ કરો અને વાળના મૂળથી છેડા સુધી આ મિશ્રણને લગાવો. તેને 30 થી 40 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ વાળને શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક કે બે વાર તેનો ઉપયોગ કરી શકો છો.

કોફી અને દહીં હેર માસ્ક

આ માટે અડધો કપ સાદું દહીં લો. તેમાં એક ટેબલસ્પૂન કોફી પાવડર ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો. તેને સમગ્ર માથાની ચામડી પર લગાવો. તેને 30 થી 40 મિનિટ સુધી રહેવા દો. તે પછી હળવા શેમ્પૂથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 1 થી 2 વાર આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.

કોફી અને ઓલિવ તેલ

એક ટેબલસ્પૂન કોફી પાઉડર અને 2 ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ મિક્સ કરીને માસ્ક તૈયાર કરો. વાળના મૂળથી છેડા સુધી આખા વાળ પર માસ્ક લગાવો. માસ્કને 30-40 મિનિટ માટે છોડી દો. તેને ધોવા માટે હળવા શેમ્પૂનો ઉપયોગ કરો અને તમે અઠવાડિયામાં એક કે બે વાર આ હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

આ પણ વાંચો :

Kidney Health: કિડનીની ગંદકી દૂર કરવા અને કિડનીને સ્વસ્થ રાખવા આ આસાન ઉપાય અજમાવી જુઓ

Gas Problem: બગડેલી જીવનશૈલીના કારણે લોકોમાં ગેસની સમસ્યા થઈ ગઈ છે સામાન્ય, આ ઘરેલુ ઉપચાર લાગશે કામ

Next Article