Beauty Tips: કાકડીની જેલ ઘરે જ બનાવો અને ચહેરા સંબંધિત અનેક મુશ્કેલીઓથી મેળવો છુટકારો

|

Nov 11, 2021 | 9:36 PM

કાકડીની બનેલી આ જેલમાં બધું જ શુદ્ધ અને હર્બલ હોવાથી તે વધુ ફાયદાકારક છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો પણ આ જેલનો ઉપયોગ કરી શકે છે.

Beauty Tips: કાકડીની જેલ ઘરે જ બનાવો અને ચહેરા સંબંધિત અનેક મુશ્કેલીઓથી મેળવો છુટકારો

Follow us on

ગરમીની સીઝન હોય કે ઠંડીની અમુક લોકોને પરસેવાની સમસ્યા કાયમી રહેતી હોય છે. તેના કારણે તેમની ત્વચા પણ ઓઈલી (oily) થઈ જતી હોય છે. વળી પાછી ઓઈલી સ્કિન એટલે કે તૈલીય ત્વચા ચહેરા સંબંધિત બીજી ઘણી સમસ્યા લઈને આવે છે. 

 

જો તમે આ પરિસ્થિતિથી બચવા માટે ચહેરા પર હેવી ફેસ ક્રિમ લગાવો છો પણ તે અનુકૂળ ન હોય તો શું કરવું? આ ક્રિમ લગાવ્યાના થોડા સમય પછી તમારી ત્વચા વધુ તૈલી બની જાય છે, જે સમસ્યાને વધારી શકે છે. આ લેખમાં અમે તમને આવી જ એક પદ્ધતિ વિશે જણાવી રહ્યા છીએ, જે આ હેવી ક્રીમ્સની તમારી જરૂરિયાતને દૂર કરશે અને પર્યાપ્ત હાઈડ્રેશન પણ આપશે તો આવો જાણીએ આખરે આ વસ્તુ શું છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

કાકડી જેલનો ઉપયોગ કરો


અમુક પ્રોડ્કટની ક્રિમ તમારી ત્વચાને વધુ તૈલી બનાવી શકે છે, તેથી કાકડી જેલનો ઉપયોગ તમારા માટે વધુ સારો હોઈ શકે છે. આ જેલ બનાવવા માટે તમારે સામગ્રી માટે બજારમાં જવાની પણ જરૂર નથી. આ જેલ બનાવવા માટે ઘરે થોડી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય છે.

 

કાકડી જેલ માટે ઘટકો

1- કાકડી (રસ)
2- 1 ચમચી એલોવેરા જેલ
3- 1 ચમચી બદામ તેલ
4- 1 વિટામિન-ઇ કેપ્સ્યુલ

જેલને જાડી બનાવવા માટે શું ભેળવવું?

બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને જેલ બની ગયા પછી જો તેની જાડાઈ ઓછી હોય તો તેમાં એલોવેરા જેલ વધુ ઉમેરો, જેથી આ જેલ થોડી ઘટ્ટ થઈ જાય.

 

આ રીતે કાકડી જેલ બનાવો

1. કાકડીની જેલ બનાવવા માટે અડધી કાકડીને છીણી લો અને તેને ચાળણીની મદદથી ગાળી લો અને તેનો રસ અલગ કરો.

2- હવે તેમાં 1 ચમચી એલોવેરા જેલ, 1 વિટામિન-ઈ કેપ્સ્યુલ અને 1 ચમચી બદામનું તેલ મિક્સ કરો.

જો જેલની સુસંગતતા ઓછી હોય તો તમે તેમાં થોડી વધુ એલોવેરા જેલ ઉમેરી શકો છો. જો તમે ઈચ્છો તો બજારમાંથી એલોવેરા જેલ ખરીદવાને બદલે તમે તેને ઘરે જ એલોવેરા છોડમાંથી પણ તોડી શકો છો. આ જેલ એકદમ શુદ્ધ હશે અને વધુ અસરકારક પણ હશે.

 

આ જેલના ફાયદા

1- કાકડીમાંથી બનેલી આ જેલને ચહેરા પર લગાવવાથી તમારી ત્વચા તો સ્વચ્છ અને મુલાયમ દેખાશે જ પરંતુ ત્વચાના પિગમેન્ટેશનની સાથે જ રંગ પણ નિખારશે અને ચહેરો ચમકીલો બહાર આવશે. કાકડીની બનેલી આ જેલમાં બધુ જ શુદ્ધ અને હર્બલ હોવાથી તે વધુ ફાયદાકારક છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો પણ આ જેલનો ઉપયોગ કરી શકે છે.

 

2. તમે આ જેલને તૈયાર કરી એક નાની કાચની બરણીમાં ભરીને એક અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખી શકો છો અને જ્યારે તમે ઈચ્છો ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.

 

આ પણ વાંચો : Lifestyle: શિયાળાની શરૂઆત થતાંની સાથે જ સતાવી રહી છે ફાટેલી એડીની સમસ્યા? અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય

 

આ પણ વાંચો : Beauty Tips : ચહેરાની સુંદરતા બગાડતા ખીલની સમસ્યા દૂર કરવાના આ રહ્યા ઉપાયો

 

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article