સફેદ કોળું ખૂબ જ પૌષ્ટિક શાકભાજી છે. તેનાથી સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકાર છે. સફેદ કોળામાં રહેલા પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ્સ તેને સુપરફૂડ બનાવે છે. નિષ્ણાતોના મત અનુસાર દરરોજ સવારે સફેદ કોળાનો જ્યુસ પીવો જોઈએ. તો આવો જાણીએ આ પીવાથી સ્વાસ્થ્ય પર શું સકારાત્મક અસર થાય છે.
આ પણ વાંચો : Women Health: પ્રી-મેનોપોઝ શું છે? જાણો મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની શું અસર થાય છે
સફેદ કોળામાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે અને પાણી અને ફાઈબર પ્રમાણમાં વધારે હોય છે. જેથી સફેદ જ્યુસ પીવાથી વજન ઘટાડી શકાય છે. સફેદ કોળામાં રહેલું ફાઈબર તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તમે પ્રોસેસ્ડ અને જંક ફૂડ અથવા કંઈપણ વધુ પડતું ખાવાનું ટાળી શકો છો. આવી સ્થિતિમાં આ વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
સફેદ કોળાનો રસ તમારા શરીરને ખૂબ સારી રીતે ડિટોક્સ કરી શકે છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. નિયમિત સેવન કરવાથી બીમારીથી દૂર રહી શકાય છે. સફેદ કોળાનો જ્યુસ લોહીને શુદ્ધ કરે છે, અને ઊંઘની પેટર્ને સુધારે છે.
સફેદ કોળાનો રસ પીવાથી પાચનતંત્ર સારું રહે છે. તેમાં રહેલા ફાઈબર પાચનક્રિયાને સુધારે છે. તેનો ઉપયોગથી ગેસ અને એસિડિટીથી રાહત આપે છે.
ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીની અછત ઘણી વાર થાય છે. આવી સ્થિતિમાં, જો તમે કોળાના જ્યુસનું સેવન કરો છો, તો તમે લાંબા સમય સુધી હાઇડ્રેટેડ રહી શકો છો. કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ઘણું વધારે છે. તેની અસર પણ ઠંડી હોય છે. કોળાનો રસ ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડુ રાખવામાં મદદ કરી શકે છે.
સફેદ કોળાના જ્યુસ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તમે ઘણી બીમારીઓ કે ઈન્ફેક્શનથી સુરક્ષિત રહી શકો છો. તેમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે.
જેમની ત્વચા તૈલી અને શુષ્ક છે તેમણે સફેદ કોળાનો રસ પીવો જોઈએ. તેમાં ખીલ વિરોધી, વૃદ્ધત્વ વિરોધી ગુણો છે. આ રસ કુદરતી એક્સ્ફોલિયેટર તરીકે કામ કરે છે. ત્વચાના નીચેના સ્તર પરના જૂના કોષોને દૂર કરીને નવા કોષો બનાવે છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સ્વાસ્થ્ય અંગેના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…