Health Tips: આ રીતો તમને Work From Homeની આડ અસરોથી બચાવશે

|

May 19, 2022 | 12:58 PM

Health Tips: ઘરેથી કામ (work from home) દરમિયાન કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. ગરદન અને કમરના દુખાવા જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

Health Tips: આ રીતો તમને Work From Homeની આડ અસરોથી બચાવશે
આ રીતો તમને work from homeની આડ અસરોથી બચાવશે

Follow us on

Health Tips: કોવિડ 19ને કારણે આ દિવસોમાં ઘણા લોકો ઘરેથી કામ (work from home) કરી રહ્યા છે. ઘરેથી કામ કરતી વખતે લોકો પર કામનું દબાણ પણ ઘણું વધી ગયું છે. આવી સ્થિતિમાં એક જ જગ્યાએ કલાકો સુધી બેસી રહેવાને કારણે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી રહેવાને કારણે ઘણા લોકોને ગરદનનો દુખાવો, કમરનો દુખાવો અને વજન વધવા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં સ્વસ્થ રહેવા માટે કેટલીક ટિપ્સ (Health Tips) ફોલો કરવી જરૂરી છે. તે તમને આ સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવામાં મદદ કરશે. આવો જાણીએ કઈ ટિપ્સ તમે ફોલો કરી શકો છો.

આરોગ્યપ્રદ ખોરાક

વધુ હળવો અને આરોગ્યપ્રદ ખોરાક લો. આમાં ફળો અને શાકભાજી વગેરેનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેલયુક્ત અને મસાલેદાર ખોરાક ટાળવો જોઈએ. તેલયુક્ત ખોરાકના વધુ પડતા સેવનથી વજન વધવાની સમસ્યા થાય છે.

વર્કઆઉટ

ઘરેથી કામ દરમિયાન, ફિટ રહેવા માટે તમે નિયમિતપણે કસરત કરો તે મહત્વનું છે. દરરોજ કસરત માટે સમય કાઢો. જમ્યા પછી થોડી વાર ચાલો. સાંજે જમ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટ ચાલવું. ચાલવાથી વ્યક્તિ સ્વસ્થ રહે છે. શરીરનો થાક પણ દૂર થાય છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રુટિન ફોલો

કામ કરતી વખતે, દર બે કલાક પછી 10 થી 15 મિનિટનો આરામ લો. નાસ્તો અને લંચ યોગ્ય સમયે કરો. કામ કરતી વખતે ખાવું નહીં. કામ સમયસર પૂર્ણ કરો. મોડી રાત સુધી કામ કરવાથી રૂટિન બગડે છે. તે ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે. તેથી કામ સમયસર પૂર્ણ કરો.

મેડિટેશન કરો

ઘરેથી કામ દરમિયાન વધુ સમય ઘરે રહીએ છીએ. આવી સ્થિતિમાં કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી ટેન્શન વધી જાય છે. આ કારણે મન ખૂબ ઉદાસ રહે છે. આવી સ્થિતિમાં આપણે નિયમિત રીતે મેડિટેશન કરીએ તે જરૂરી છે. તેનાથી તણાવ દૂર થાય છે. મન શાંત રહે.

હેલ્ધી ડ્રિંક્સનું સેવન કરો

તંદુરસ્ત રહેવા માટે, એ જરૂરી છે કે આપણે આખો દિવસ આપણી બોડીને હાઇડ્રેટેડ રાખીએ. પૂરતા પ્રમાણમાં પાણી પીવો. આ સિવાય તમે કેટલાક હેલ્ધી ડ્રિંક્સને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. આ તમને ઊર્જાવાન રાખવામાં મદદ કરશે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Next Article