Mahira Khan Dance Video : બોલિવૂડ ફિલ્મોના ગીતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પસંદ કરવામાં આવે છે. આખી દુનિયામાં હિન્દી ગીતોનો દીવાના છે. હવે પાકિસ્તાની સિનેમાની જાણીતી અને મોટી અભિનેત્રીઓમાંની એક માહિરા ખાનને હિન્દી ફિલ્મી ગીતો નશો ચડ્યો છે. માહિરા ખાન અવાર-નવાર એક યા બીજા કારણોસર ચર્ચાનો હિસ્સો બને છે. આ દિવસોમાં તે સોશિયલ મીડિયા પર તેના ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં છે જે વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
The superstar Mahira Khan joined the bandwagon of wedding dances and hit the dance floor at the Mehndi event of PR queen Frieha Altaf’s son, Turhan James with Emaan Dharani. #mahirakhan pic.twitter.com/sK30e2MyBS
— Naylasays (@NaylaAmir) January 20, 2023
એવું કહેવામાં આવી રહ્યું છે કે, માહિરા ખાન હાલમાં જ તેના મિત્રના લગ્નના ફંક્શનમાં પહોંચી હતી, જ્યાં તેણે બોલિવૂડના ગીતો પર જોરદાર ડાન્સ કર્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે સુંદર ગ્રીન લહેંગા પહેરેલી જોવા મળી રહી છે. માહિરા ખાન બોલિવૂડ સુપરસ્ટાર ગોવિંદાના સુપરહિટ ગીત ‘ઇશ્ક હૈ સુહાના’ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં માહિરા સાથે અન્ય કેટલીક છોકરીઓ પણ ડાન્સ ફ્લોર પર જોવા મળી રહી છે.
Mahira Khan dancing on Ranbir Kapoor’s song “Dance Ka Bhoot”#RanbirKapoor #MahiraKhan pic.twitter.com/iKRNDJZlJd
— Hail Hydra (@Lordofbattles8) January 22, 2023
આ સિવાય માહિરા ખાનનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે રણબીર કપૂરની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના ‘ડાન્સ કા ભૂત’ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં અન્ય એક છોકરી પણ જોવા મળી રહી છે, જે માહિરાને સપોર્ટ કરી રહી છે. માહિરા ‘ડાન્સ કા ભૂત’ ગીત પર જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળે છે.
માહિરા ખાનના આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. લોકો તેની ડાન્સ સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી કે, “બહુત પ્યારી હૈ કસમ સે”. અન્ય યુઝરે લખ્યું કે, “તેણે કેસરિયા ગીત પર ડાન્સ કરવો જોઈએ.”