ભારતમાં કોરોના પછી, હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને યુવાનોમાં. હવે તેલંગાણાથી એક સમાચાર સામે આવ્યા છે. અહીં શનિવારે રાત્રે 19 વર્ષનો યુવક તેના સંબંધીના લગ્નમાં પહોંચ્યો હતો. યુવાનો ઉજવણીના મૂડમાં હતા અને મહેમાનોની હાજરીમાં લોકપ્રિય ગીત પર ડાન્સ કરી રહ્યા હતા. ડાન્સ કરતી વખતે અચાનક તે બેભાન થઈ ગયો. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
ETના રિપોર્ટ અનુસાર, મૃતકની ઓળખ મુટ્યમ તરીકે થઈ છે. મુટ્યમ મહારાષ્ટ્રનો વતની હતો. તે હૈદરાબાદથી લગભગ 200 કિલોમીટર દૂર નિર્મલ જિલ્લાના પારડી ગામમાં એક સંબંધીના લગ્નના રિસેપ્શનમાં પહોંચ્યો હતો. આ પ્રસંગે તે ડાન્સ કરી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મુત્યમ સફેદ શર્ટ પહેરીને ડાન્સ કરી રહ્યો હતો, અચાનક તે પડી જાય છે અને થોડો ઊભો થવાનો પ્રયાસ કરે છે, ત્યારે એક વ્યક્તિ તેની પાસે પહોંચે છે અને તેને ઉઠાવવાનો પ્રયાસ કરે છે.
A Young Man Died on the Spot of a Heart Attack While Dancing at a Wedding Reception in Barat in kubeer mandal of Nirmal District,
Telangana. pic.twitter.com/bq5acaQdNz— Mohammed Zeeshan Ali Zahed (@zeeshan_zahed) February 26, 2023
જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યા ડૉક્ટરોએ કહ્યું કે યુવકને કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હાર્ટ એટેક આવ્યો છે, જેના કારણે તેનું મોત થઈ ગયુ છે. જણાવી દઈએ કે તેલંગાણામાં ચાર દિવસમાં આ બીજી ઘટના છે. આ પહેલા 22 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં જિમ વર્કઆઉટ દરમિયાન 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. તેલંગાણાના નિર્મલ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
અહીં એક વ્યક્તિનું તેના સંબંધીના લગ્નમાં ડાન્સ કરતી વખતે મોત થયું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલમીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે લગ્નમાં એક યુવક પૂરા જોશ સાથે ડાન્સ કરી રહ્યો છે. થોડા સમય પછી જોવા મળે છે કે તે ડાન્સ કરતી વખતે અચાનક અટકી જાય છે. તે થોડીવાર આ રીતે ઉભો રહે છે અને પછી જમીન પર પડી જાય છે.
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે તે ડાન્સ કરત કરતા ઢળી પડે છે.