ચૂંટણીને લઈને તંત્ર સતર્ક, વાપીમાંથી 26 લાખની રોકડ રકમ સાથે યુવાનની અટકાયત

|

Mar 27, 2019 | 3:09 PM

લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા નિમાયેલી ટીમે વાપીમાંથી એક યુવાનને 26 લાખથી ભરેલી રોકડ રકમ સાથે પકડી પાડ્યો છે.    લોકસભાની ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં પૂરી કરવા માટે તંત્ર તમામ પ્રયાસ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો મતદારોને લોભાવવા માટે વોટના બદલે નોટના પણ અનેક પ્રલોભનો આપે છે.ત્યારે ચૂંટણીમાં […]

ચૂંટણીને લઈને તંત્ર સતર્ક, વાપીમાંથી 26 લાખની રોકડ રકમ સાથે યુવાનની અટકાયત

Follow us on

લોકસભાની ચૂંટણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા નિમાયેલી ટીમે વાપીમાંથી એક યુવાનને 26 લાખથી ભરેલી રોકડ રકમ સાથે પકડી પાડ્યો છે. 

 

લોકસભાની ચૂંટણીને શાંતિપૂર્ણ માહોલમાં પૂરી કરવા માટે તંત્ર તમામ પ્રયાસ કરી રહ્યું છે. લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો મતદારોને લોભાવવા માટે વોટના બદલે નોટના પણ અનેક પ્રલોભનો આપે છે.ત્યારે ચૂંટણીમાં થતાં લાખો રૂપિયાની હેરાફેરી પણ થતી હોય છે.આથી આ વખતે ચૂંટણી દરમિયાન મોટી રોકડ રકમની હેરાફેરી પર પણ તંત્ર બાજ નજર રાખી રહયુ છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

TV9 Gujarati

 

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલી ટીમો રોકડ રકમની હેરાફેરી પર નજર રાખી રહી છે. ત્યારે વાપીમાં રૂપિયા ૨૬ લાખથી વધુની રોકડ રકમ સાથે પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. વાપી જીઆઇડીસી ચાર રસ્તા નજીક વલસાડ SOG પોલીસની ટીમ વોચમાં હતી. એ દરમિયાન જ એક વ્યક્તિના હાથમાં શંકાસ્પદ થેલો  જણાતા તેની તપાસ કરી હતી. જેમાંથી 26 લાખથી વધુની રોકડ રકમ મળી આવી હતી. આથી પોલીસે આ સંદર્ભે ચૂંટણી વિભાગને જાણ કરી રોકડ રકમ જપ્ત કરી આગળ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં યુવક આંગડિયા પેઢી સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. પરંતુ હજુ સુધી ઝડપાયેલી રોકડ રકમનો સંતોષકારક હિસાબ નહીં આપી શકતા પોલીસે તમામ રકમ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article