Gujarati video : 100 કરોડના જમીન કૌભાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં કુલ 9 આરોપી પકડાયા

Vadodara News : આ પહેલા 100 કરોડના જમીન કૌભાંડમાં 6 સરકારી કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. જમીન કૌભાંડમાં ધરપકડનો આંક અત્યાર સુધીમાં 9 પર પહોંચ્યો છે.

| Edited By: | Updated on: May 17, 2023 | 9:52 AM

વડોદરા (Vadodara) જિલ્લામાં દંતેશ્વરની 100 કરોડની સરકારી જમીન (Land scam) પચાવી પાડવાના કેસમાં ક્રાઈમ બ્રાંચે એક નિવૃત્ત સહિત ત્રણ સરકારી કર્મચારીઓની ધરપકડ કરી છે. તુષાર મોદી, રાકેશ ઉપાધ્યાય અને ભગવતીપ્રસાદ લિંબાચીયાની ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે ત્રણેય સરકારી કર્મચારીઓને જેલ હવાલે કર્યા છે. આ પહેલા 100 કરોડના જમીન કૌભાંડમાં 6 સરકારી કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. જમીન કૌભાંડમાં ધરપકડનો આંક અત્યાર સુધીમાં 9 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો-Gujarati : ખેડા જિલ્લાના ઠાસરામાં પાણીપુરીમાં ગયા પિતા પૂત્રના પ્રાણ, અન્ય એકનું પણ મોત

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવી તેના ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ટેનામેન્ટની સ્કીમ બનાવવાનો કલેક્ટર તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. કરોડોની કિંમતની આ સરકારી જમીન ઓળવી જવાનો પ્રયાસ કરનારા ત્રણ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ કરવા માટે કલેક્ટર અતુલ ગોરે આદેશ કર્યો છે. ટૂંકા સમયગાળામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી થતાં ભૂમાફિયાઓમાં સોપો પડી ગયો છે.

ખોટો દસ્તાવેજોના આધારે છેલ્લા ત્રણ દાયકાથી સરકારી તંત્રની આંખમાં ધૂળ નાંખી રહેલા આ ભૂમાફિયાની કરમકુંડળી વડોદરા શહેર પ્રાંત અધિકારીની ફેરણી દરમિયાન ધ્યાને આવી હતી. તલાટીના સામાન્ય દફતર તપાસણી દરમિયાન દંતેશ્વરના સર્વે નંબર ૫૪૧માં આકાર પામનારા કાનન વિલા ૧ અને ૨નું કૌભાંડ ધ્યાને આવ્યું હતું.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો