Twitter Funny Viral Video : અરીસામાં પોતાને જોઈને કન્ફ્યુઝ થયો ‘કરોળિયો’, કરવા લાગ્યો ‘બ્રેક ડાન્સ’

Twitter Funny Viral Video : સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં જોઈ શકાય છે કે, જ્યારે કરોળિયાની સામે અરીસો મૂકવામાં આવે છે ત્યારે તે કેવી રીતે મૂંઝાઈ જાય છે. આ પછી કરોળિયો જે કંઈ કરે છે તે જોવા જેવું છે.

Twitter Funny Viral Video : અરીસામાં પોતાને જોઈને કન્ફ્યુઝ થયો કરોળિયો, કરવા લાગ્યો બ્રેક ડાન્સ
spider Funny Viral video
| Edited By: | Updated on: Jan 18, 2023 | 9:40 AM

Spider Viral Video : મનુષ્યને પોતાને અરીસામાં જોવાનું ગમે છે. તમે જોયું જ હશે કે કેટલાક લોકો પોતાને અરીસામાં જોઈને ગર્વ અનુભવે છે પરંતુ જો કરોળિયો અરીસાની સામે દેખાય તો? અત્યારે આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. આમાં કરોળિયો અરીસાની સામે આવતાની સાથે જ તેમાં પોતાની જાતને જોઈને મૂંઝાઈ જાય છે. કરોળિયો જે કંઈ કરે છે તે જોયા પછી તમે પણ આ વીડિયો વારંવાર જોશો. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે અને તેઓ તેને ખૂબ એન્જોય પણ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે એક કરોળિયો પાઇપ પર બેઠેલા જોઈ શકો છો. ત્યારે જ કોઈએ ત્યાં તેની સામે અરીસો મૂકેલો છે. પછી શું… કરોળિયો પોતાને અરીસામાં જોઈને એટલો મૂંઝાઈ જાય છે કે ન પૂછો વાત. આ પછી તે વિચિત્ર વર્તન કરવા લાગે છે. એક ક્ષણ માટે તમને એવું લાગશે કે જાણે કરોળિયાએ ‘બ્રેક ડાન્સ’ કરવાનું શરૂ કરી દીધું હોય. મૂંઝાયેલા કરોળિયાના મુવ્સ વીડિયોમાં જોવા લાયક છે. જણાવી દઈએ કે ,આ વીડિયો પોસ્ટને અત્યાર સુધીમાં 23 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

આ પણ વાંચો : Funny Video : અતિશય બુદ્ધિ….એક બદમાશ યુવતીની બેગ છીનવીને ફરાર થઈ ગયો, આગળ શું થયું તે જોઈને હસવું નહીં અટકે

અહીં જુઓ વીડિયો, જ્યારે કરોળિયાએ પોતાને અરીસામાં જોયો ત્યારે શું થયું

11 સેકન્ડની આ ક્લિપ ટ્વિટર પર ધૂમ મચાવી રહી છે. તેને એક દિવસ પહેલા @historyinmemes નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યું હતું. વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 11 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 46 હજારથી વધુ લોકોએ તેને ખૂબ પસંદ કર્યો છે. આ સિવાય સેંકડો લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

એક યુઝરે સવાલ પૂછ્યો છે કે, કરોળિયાને આંખો હોય છે? અન્ય યુઝરે ફની અંદાજમાં લખ્યું છે, પહેલા કરોળિયાને પૂછો કે તેણે પહેલીવાર અરીસો જોયો છે કે બીજી વખત. અન્ય એક યુઝરે લખ્યું છે કે, ભાઈ, આ કરોળિયો ડાન્સ કરવા લાગ્યો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, એવું લાગે છે કે કરોળિયો પોતાનું શૈતાની મગજ ચલાવી રહ્યું છે. એકંદરે આ વીડિયો પર લોકો જુદી-જુદી વાતો કરી રહ્યા છે.