રાજકોટના પ્રખ્યાત ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોડલીયા સૂકા મરચાની 1200 ભારીની આવક નોંધાઈ છે. સાનિયા, રેવા, તેજા, કાશ્મીરી સહિતના વિવિધ પ્રકારના મરચાના જાતની આવક થતા ખેડૂતો ખુશ થયા. હરાજીમાં 20 કિલોના ભાવ 3500 થી 5000 સુધીના ભાવ બોલાયા હતા. મરચાની આવક શરૂ થતા વિવિધ રાજયોમાંથી વેપારીઓ મરચાની ખરીદી કરવા યાર્ડમાં આવ્યા. હજુ આગામી દિવસોમાં મરચાની આવકમાં વધારો થશે તેવું સેક્રેટરીનું કહેવું છે. ગતવર્ષની આવકની સરખામણીમાં આ વખતે મરચાની આવકમાં વધારો જોવા મળ્યો હતો
આપને જણાવી દઈએ કે, હરાજીમાં 20 કિલોના ભાવ 3500 થી 5000 સુધીના ભાવ બોલાયા હતા. તો બીજી તરફ મરચા ની આવકની સાથે અન્ય જણસીઓની પણ માર્કટિંગ યાર્ડમાં મબલખ આવક થઈ છે. ગુજરાતનું અવ્વલ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉતર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ખરીદી કરવા આવે છે.
તો બીજી તરફ ગોંડલ માર્કેટમાં જીરૂની મબલક આવક નોંધાઇ રહી છે. એક દિવસમાં જ ગોંડલ માર્કેટમાં 3500 ગુણી જીરૂની આવક નોંધાઇ હતી. માર્કેટમાં જીરૂના 5 હજારથી લઇને 5 હજાર 800 સુધીનો એક મણનો ભાવ બોલાઇ રહ્યો છે. જીરૂના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. એટલું જ નહીં ગુજરાતનું સૌથી મોટા ઉંઝા માર્કેટ યાર્ડ કરતા પણ ગોંડલ માર્કેટમાં જીરૂના ઉંચા ભાવ બોલાઇ રહ્યાં છે. જેને લઇ ખેડૂતો મોટી સંખ્યામાં તેમણી જણસ વેચવા પહોંચી રહ્યાં છે.
(વીથ ઈનપૂટ- દેવાંગ ભોજાણી, ગોંડલ)