Dog Funny Viral video : કૂતરો બન્યો ‘ભીગી બિલ્લી’, બિલાડીને જોઈને કૂતરો ધ્રુજવા લાગ્યો, લોકો એ કહ્યું – ક્યાં કુતા બનેગા રે તુ !
Funny Video : આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર official_boy_nijam નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4.4 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 લાખ 62 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.
Funny Video : જાનવરોને લગતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. ક્યારેક કૂતરાઓને લગતા ફની વીડિયો જોવા મળે છે તો ક્યારેક સિંહના શિકારને લગતા આશ્ચર્યજનક વીડિયો. જો કે, બિલાડીઓ સાથે જોડાયેલા વીડિયો પણ અહીં ખૂબ જોવા મળે છે. તમે કૂતરા અને બિલાડીઓની દોડધામ તો જોઈ જ હશે. હકીકતમાં, તેઓ એકબીજાના જાણીતા દુશ્મન માનવામાં આવે છે. તેથી જ ઘણીવાર બિલાડીઓ કૂતરાઓને જોઈને ભાગી જાય છે અને ક્યારેક કૂતરાઓ પણ તેમનો પીછો કરતા જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય કોઈ કૂતરાને બિલાડીને જોઈને ધ્રૂજતો જોયો છે? આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોક્કસ હસી પડશો.
આ પણ વાંચો : Dog Viral Video: આ ડોગીના નખરા તો જૂઓ! ખાવા માટે એવું દિમાગ લગાવ્યું કે તમે પણ હસવા લાગશો
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે એક કૂતરો ઉભો રહીને ખરાબ રીતે ધ્રૂજી રહ્યો છે. પછી કેમેરા ઉપર જતા જ દેખાય છે કે દિવાલ પર એક બિલાડી ઉભી હતી, જેને કૂતરો જોઈ રહ્યો છે. બિલાડીને જોઈને કૂતરો ધ્રુજી શકે? જ્યાં સામાન્ય રીતે બિલાડીઓને જોઈને કૂતરા ભસવા લાગે છે અને તેમને ભગાડવાની કોશિશ કરે છે, જ્યારે અહીં એક અલગ જ દ્રશ્ય જોવા મળે છે. અહીં કૂતરો પણ બિલાડીથી ડરી જાય છે અને ધ્રૂજવા લાગે છે. જાણે કે તેણે તેની સામે સિંહ જોયો હોય, જે તેનો શિકાર કરશે. હવે તમે જ કહો કે આ વીડિયો જોયા પછી લોકો હસે નહી તો બીજું શું કરશે.
જુઓ, ‘ભીગી બિલ્લી’ બની ગયેલા કૂતરાનો ફની વીડિયો
View this post on Instagram
આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર official_boy_nijam નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 4.4 મિલિયન એટલે કે 44 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 3 લાખ 62 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ અલગ-અલગ પ્રકારની ફની પ્રતિક્રિયાઓ પણ આપી છે.
કોઈ કમેન્ટમાં કહી રહ્યું છે કે, ‘શું તું કૂતરો બનીશ’ તો કોઈ કહી રહ્યું છે કે, ‘આને કહેવાય ડર’. જ્યારે અન્ય યુઝરે કહ્યું કે, કૂતરો ઠંડીથી ધ્રૂજી રહ્યો છે સાથે જ એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે ‘આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ભલે તે જાનવર હોય, પરંતુ દરેક વ્યક્તિ મહિલાઓથી ડરે છે’.