Viral Video: ‘પતલી કમરિયા’ પર દુલ્હનએ કર્યો જબરદસ્ત ડાન્સ, વરરાજા સાથે સાળીઓએ પણ જમાવ્યો રંગ

Dulhan Dance Video: દુલ્હનનો આ મસ્તીથી ભરપૂર ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.3 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 20 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

Viral Video: પતલી કમરિયા પર દુલ્હનએ કર્યો જબરદસ્ત ડાન્સ, વરરાજા સાથે સાળીઓએ પણ જમાવ્યો રંગ
'પતલી કમરિયા' પર દુલ્હનએ કર્યો ડાન્સ
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 12, 2023 | 3:24 PM

Dulhan Dance Video: ભોજપુરી ગીત ‘પતલી કમરિયા મોરી’નો ક્રેઝ હજુ ઓછો થયો નથી. આ ગીત સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો તેના પર વિવિધ પ્રકારની રીલ અને વીડિયો બનાવી રહ્યા છે. લગ્નોમાં પણ લોકો આ ગીત પર ખૂબ ડાન્સ કરતા જોવા મળે છે, જેમાં વર-કન્યા પણ સામેલ હોય છે.

લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે

સામાન્ય રીતે લગ્નમાં વર-કન્યા રોમેન્ટિક કે હાઈ-ઓક્ટેન ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે, પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હન ‘પતલી કમરિયા’ પર ડાન્સ કરતી જોવા મળે છે અને વરરાજા અને તેની સાળીઓ પણ દુલ્હનની ધૂન પર નાચતા હોય છે. વરરાજા પણ તેને સપોર્ટ કરતો જોવા મળે છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

 

 

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે દુલ્હન પતલી કામરિયા ગીત પર ડાન્સ કરી રહી છે અને વરરાજા અને દુલ્હનના કેટલાક મિત્રો પણ સામે હાજર છે, જેઓ તેની સાથે તાલ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દુલ્હનનો ડાન્સ જોઈને વરરાજા પણ ખૂબ ખુશ થઈ જાય છે અને હસવા લાગે છે.

આ વીડિયો અત્યાર સુધીમાં 1.3 મિલિયન વાર જોવામાં આવ્યો

આ મજેદાર અને અદભૂત ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ankitgupta_ji નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.3 મિલિયન વખત જોવામાં આવ્યો છે, જ્યારે 20 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

વર ધર્મેન્દ્ર જેવો છે

વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ ફની કોમેન્ટો પણ કરી છે. કેટલાક કહી રહ્યા છે કે આ સરકારી નોકરીના લગ્ન જેવું લાગે છે તો કેટલાક કહી રહ્યા છે કે વર ધર્મેન્દ્ર જેવો છે. એવી જ રીતે એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે, ‘હું વરરાજાના ભાઈ સાથે વાત કરવા માંગુ છું, તમે લગ્નમાં વીડિયો બનાવ્યો છે, હવે ભાભી ઈન્સ્ટાગ્રામ ચલાવતી રહેશે અને તમે હાય-હાય કરતા રહેશો. તો બીજા યુઝરે લખ્યું છે કે, લોકો સાવ પાગલ થઈ ગયા છે.