T-20: બેંગ્લોરના બોલરો સામે કલકત્તા ઘુંટણીએ, કલકત્તાએ 20 ઓવરમાં 7 વિકેટે 84 કર્યા

|

Oct 21, 2020 | 9:39 PM

ટી-20 ની 13 મી સિઝનની 39 મી મેચ અબુધાબીમાં રમાઇ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં કલકતાના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય કર્યો. મેચ અગાઉ બેંગ્લોર છ અને કલકત્તા પાંચ મેચ જીતી ચુકી છે. 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 84 રન કર્યા. […]

T-20: બેંગ્લોરના બોલરો સામે કલકત્તા ઘુંટણીએ, કલકત્તાએ 20 ઓવરમાં 7 વિકેટે 84 કર્યા

Follow us on

ટી-20 ની 13 મી સિઝનની 39 મી મેચ અબુધાબીમાં રમાઇ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં કલકતાના કેપ્ટન ઇયોન મોર્ગને ટોસ જીતીને પ્રથમ બેટીંગ લેવાનો નિર્ણય કર્યો. મેચ અગાઉ બેંગ્લોર છ અને કલકત્તા પાંચ મેચ જીતી ચુકી છે. 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 84 રન કર્યા.

કલકત્તાની બેટીંગ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

કલકત્તાના બેટ્સમેનો જાણે કે એકદમ જ ફસડાઈ ગઈ હતી. મહંમદ સિરાજે કલકત્તાની શરુઆતી વિકેટો ઝડપી પાયો જ જાણે ધ્વસ્ત કરી દીધી હતી. બીજી ઓવરમાં 3 રનના સ્કોર પર જ સળંગ 2 વિકેટ ગુમાવી હતી. ત્રીજી વિકેટ પણ 3 રનના સ્કોર પર ગુમાવી હતી. બંને ઓપનર શુભમન ગીલ અને રાહુલ ત્રીપાઠી 1-1 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા હતા. નિતીશ રાણા શૂન્ય રન પર વિકેટ ગુમાવી હતી. દિનેશ કાર્તિક 4 રન કરી આઉટ થયા હતા. પેટ કમિન્સે 17 બોલમા 4 રન કર્યા હતા. ઈયોન મોર્ગને 30 રન કર્યા હતા.

બેંગ્લોરની બોલીંગ.

મહંમદ સિરાજ 3 વિકેટ ઝડપી કલકત્તાની કમર તોડી નાંખી હતી. તેણે 4 ઓવર કરીને 2 મેઈડન ઓવર નાંખી હતી અને 8 રન આપી 3 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલે પણ 4 ઓવરમા 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમા 1 મેઈડન ઓવર સાથે 14 રન આપી 1 વિકેટ ઝડપી હતી. નવદિપ સૈનીએ પણ 1 વિકેટ ઝડપી હતી. બેંગ્લોરના બોલરોએ 4 ઓવર મેઈડન કરી હતી.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 9:38 pm, Wed, 21 October 20

Next Article