Gujarati NewsLatest newsSwine flue cases rises in gujrat sabarkantha district more than 70 patient in district
સાબરકાંઠા જીલ્લામાં સ્વાઇન ફ્લુએ ઉંચક્યુ માથુ, 70થી વધુ દર્દીઓ ભરડામાં
સાબરકાંઠા જીલ્લામાં એકાએક જ સ્વાઇન ફ્લુના દર્દીઓમાં જાણે કે વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાંક દિવસથી દરરોજ નવા કેસો સામે આવતા આરોગ્ય વિભાગ પણ હવે સફાળુ થયુ છે. હિંમતનગર શહેરમાં આવેલી નવી સીવીલ હોસ્પીટલ ખાતે શરુ કરાયેલા સ્પેશિયલ વોર્ડમાં તેમને સારવાર આપવામાં આવી રહી છે તો કેટલાક દર્દીઓને અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં […]
Follow us on
સાબરકાંઠા જીલ્લામાં એકાએક જ સ્વાઇન ફ્લુના દર્દીઓમાં જાણે કે વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાંક દિવસથી દરરોજ નવા કેસો સામે આવતા આરોગ્ય વિભાગ પણ હવે સફાળુ થયુ છે.
હિંમતનગર શહેરમાં આવેલી નવી સીવીલ હોસ્પીટલ ખાતે શરુ કરાયેલા સ્પેશિયલ વોર્ડમાં તેમને સારવાર આપવામાં આવી રહી છે તો કેટલાક દર્દીઓને અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. છેલ્લાં બે દિવસની જ વાત કરવામાં આવે તો પંદર જેટલા દર્દીઓ સામે આવ્યા છે તો એક સપ્તાહમાં 35થી વધુ દર્દીઓ નોંધાયા છે. જોકે રાહતની વાત એ રહી છે તે મોટાભાગના તમામ દર્દીઓની સ્થિતી હાલ નિયંત્રણમાં છે. કુલ 70થી વધુ દર્દીઓનો આંકડો નોંધાયો છે.
સૌથી વધુ દર્દીઓની સંખ્યા સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારમાં નોંધાઈ છે. હિંમતનગર શહેર અને તેની આસપાસના દર્દીઓની સંખ્યા હિમતનગર તાલુકામાં છેલ્લા 18 દિવસમાં 39 સ્વાઈન ફ્લુના કેસો નોધાયા છે. આરોગ્ય વિભાગે પણ હવે લોકોને આ અંગે સ્વાઇન ફ્લુને અટકાવવા અને તેને નિયંત્રણમાં લેવા માટે થઇને નક્કી કરાયેલી ગાઇડ લાઇન મુજબના પગલાની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધીકારી ડો. મનિષ ફેન્સી પ્રમાણે હાલમાં રોગના કેસો સામે આવે છે તે માટે થઇને તે પ્રમાણેના લક્ષણો મુજબના દર્દીઓને તારવીને તપાસણી હાથ ધરવામા ંઆવે છે. તેને અટકાવવા માટે થઇને પણ લોકોમાં જાગૃતી ફેલાવીને પ્રયાસ હાથ ધરાયો છે. સરકારી દવાખાનાઓમાં આ માટે સારવાર માટેની તમામ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે અને દવા પણ પુરતા પ્રમાણમાં ઉપલ્બ્ધ કરવામા આવી છે,આમ ફ્લુને અટકાવવા માટે પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે.