Surat : હવે ઇન્ટરનેશનલ લાયસન્સ માટે પણ આરટીઓ કચેરીના ધક્કા ખાવા નહીં પડે, સુવિધાઓ થઇ ઓનલાઇન

|

Nov 30, 2021 | 1:03 PM

હવે મોટાભાગની સુવિધાઓ ઓનલાઇન અને કેશલેસ થઇ જતા વાહનચાલકો અને અન્ય કામો માટે આરટીઓ આવતા અરજદારોના ધક્કા અને સમય બંનેનો બચાવ થશે. એટલું જ નહીં તેનાથી સ્ટાફના કામ પર પણ ભારણ ખુબ ઓછું થઇ જશે.

Surat : હવે ઇન્ટરનેશનલ લાયસન્સ માટે પણ આરટીઓ કચેરીના ધક્કા ખાવા નહીં પડે, સુવિધાઓ થઇ ઓનલાઇન
Surat RTO

Follow us on

સુરત આરટીઓ(RTO) માં હવે વાહન સંબંધિત 20 જેટલી અલગઅલગ સેવાઓ ઓનલાઇન(Online ) અને કેશલેસ(Cash less ) કરી દેવામાં આવી છે. જેનાથી અરજદારોની ભીડ લગભગ 80 ટકા જેટલી ઓછી થઇ જશે. ઓનલાઇન સુવિધાઓ વધવાને કારણે સ્ટાફ પર ભારણ ઘટ્યું છે, હવે રોજ 3 હજાર કરતા વધારે અરજીઓનો નિકાલ લાવવામાં આવી રહ્યો છે.

આ સેવાઓ નાતે આધાર વેરિફિકેશનના માધ્યમથી હવે વાહન ટ્રાન્સફર, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ, લાયસન્સમાં સુધારો , ડુપ્લીકેટ લાયસન્સ જેવી સુવિધાઓનું કામ ઓનલાઇન કરી દેવામાં આવ્યું છે. જુના વાહનો વેચવાના અને ખરીદનારા બંનેનું કામ હવે આધારકાર્ડ વેરિફિકેશનના માધ્યમથી જ થઇ જશે. વાહન ટ્રાન્સફરની આખી પ્રક્રિયા પણ ઓનલાઇન કરી દેવામાં આવી છે.

ઇન્ટરનેશનલ લાયસન્સ માટે આઇડીપી થી થશે વેરિફિકેશન
કેશલેસ સુવિધાઓ માટે આધાર કાર્ડની સાથે લિંક ફોન નંબર પર આવનારા ઓટીપી વેરિફિકેશન બાદ આ પ્રક્રિયા શરૂ થઇ જાય છે. આ પહેલા ઇન્ટરનેશનલ લાયસન્સ માટે અરજદારે આરટીઓ આવવું ફરજીયાત હતું. આરટીઓ આવીને અરજદારે વિઝા અને લાયસન્સ વેરિફિકેશન કરવું પડતું હતું. પણ હવે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે આરટીઓ સુધી ધક્કો ખાવાની જરૂર નથી. ઓનલાઇન જ અરજી ભરી શકાય છે. આઇડીપી મોકલીને વેરિફિકેશનની પ્રક્રિયા પુરી કરી લેવામાં આવશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

વાહન સંબંધિત આ સેવાઓ ઓનલાઇન થઇ ગઈ
જુના વાહનોનું ટ્રાન્સફર, આરસી બુક ટ્રાન્સફર, વાહન લોન પ્રક્રિયા, અન્ય રાજ્યોમાં વાહન લઇ જવા માટે એનઓસી, ડુપ્લીકેટ આરસી બુક, નવી પરમીટ રીન્યુઅલ

ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત આ સેવાઓ ઓનલાઇન
લાયસન્સ રીન્યુઅલ, લાયસન્સ રિપ્લેસમેન્ટ, લાયસન્સ એક્સટ્રેક્ટ, ડુપ્લીકેટ લાયસન્સ, લાયસન્સમાં ફેરફાર, લાયસન્સમાં ફોટો, સહીમાં સુધારો, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ, ડિફેન્સ લાયસન્સ હોલ્ડર

આમ, હવે મોટાભાગની સુવિધાઓ ઓનલાઇન અને કેશલેસ થઇ જતા વાહનચાલકો અને અન્ય કામો માટે આરટીઓ આવતા અરજદારોના ધક્કા અને સમય બંનેનો બચાવ થશે. એટલું જ નહીં તેનાથી સ્ટાફના કામ પર પણ ભારણ ખુબ ઓછું થઇ જશે. આમ, પણ સ્ટાફની અછતનો પ્રશ્ન પહેલાથી હતો, તેવામાં મોટાભાગની સુવિધાઓ સરળ થઇ જતા આરટીઓ સ્ટાફ પર કામનું ભારણ પણ ઘટી ગયું છે. તેમજ હવે રોજની અસંખ્ય અરજીઓનો નિકાલ પણ આસાનીથી થઇ રહ્યો છે.

આ  પણ વાંચો :  સાબર ડેરીએ અમૂલ લુઝ ઘીના ભાવમાં વધારો કર્યો, ભાવવધારો આજથી જ અમલી

આ  પણ વાંચો :  Surat : કોરોના સહાય ચુકવવામાં સુરત રાજ્યમાં મોખરે, 100 પરિવારોએ સહાય લેવાનો કર્યો ઇન્કાર

Next Article