પુલવામા હુમલાના શહીદોના આત્માને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું

|

Feb 17, 2019 | 5:18 PM

પુલવામામાં થયેલાં શહીદોને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં મોટીસંખ્યામાં લોકોએ હાજરી આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પુલવામા આતંકવાદી હુમલાને લઇ સમગ્ર દેશના લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. તો આ કાયરતાપૂર્વક આતંકવાદીઓએ કરેલા હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આથી આ જવાનોના આત્માની શાંતિ માટે અને શહીદોના પરિવારજનોને […]

પુલવામા હુમલાના શહીદોના આત્માને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું

Follow us on

પુલવામામાં થયેલાં શહીદોને શાંતિ મળે તે માટે વાપી-વલસાડમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં મોટીસંખ્યામાં લોકોએ હાજરી આપીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પુલવામા આતંકવાદી હુમલાને લઇ સમગ્ર દેશના લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે. તો આ કાયરતાપૂર્વક આતંકવાદીઓએ કરેલા હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આથી આ જવાનોના આત્માની શાંતિ માટે અને શહીદોના પરિવારજનોને સાંત્વના આપવા માટે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં પણ આતંકવાદી હુમલાના વિરોધમાં અને આતંકવાદીઓ અને પાકિસ્તાન વિરુદ્ધ રોષ વ્યક્ત કરવા ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

વાપીના કુમાર શાળા મેદાનમાં પણ વાપીની અનેક સંસ્થાઓએ સાથે મળી સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. સુંદરકાંડ વખતે હાજર સૌ કોઈએ બજરંગબલી દેશના વીર સપુતો અને શાસકોને અપાર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. આપણા દેશના વીર જવાનો દેશના દુશ્મનો અને આતંકવાદીઓનો સર્વનાશ કરી શહીદોની શહાદતનો બદલો લઈ શકે તે હેતુથી આ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું.

Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ
ઘી-ગોળ ખાવાથી થાય છે આ 7 ચમત્કારિક ફાયદા, જાણો અહીં

TV9 Gujarati

 

[yop_poll id=1539]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article