વાપીમાં તસ્કરોનો આતંક, એકસાથે 4 ઘરના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ

ઔદ્યોગિકનગરી વાપીમાં ફરી એકવાર તસ્કરોએ આતંક મચાવ્યો છે. ધૂળેટીના પર્વને લીધે બહારગામ ગયેલા પરિવારના ઘરમાં ચોર ચોરી કરી ગયા છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા શાંતિનાથ કો-ઓપરેટીવ સોસાયટીના 4 ઘરના તાળાં તૂટતાં લાખો રૂપિયાની ચોરી થઇ હતી. શાંતિનાથ સોસાયટીમાં ચોરીની આ પ્રથમ ઘટના નથી. રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી આ સોસાયટીમાં અગાઉ પણ ચોરીની ઘટના […]

વાપીમાં તસ્કરોનો આતંક, એકસાથે 4 ઘરના તાળા તૂટતા પોલીસ દોડતી થઈ
| Edited By: | Updated on: Mar 22, 2019 | 1:41 PM

ઔદ્યોગિકનગરી વાપીમાં ફરી એકવાર તસ્કરોએ આતંક મચાવ્યો છે. ધૂળેટીના પર્વને લીધે બહારગામ ગયેલા પરિવારના ઘરમાં ચોર ચોરી કરી ગયા છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા શાંતિનાથ કો-ઓપરેટીવ સોસાયટીના 4 ઘરના તાળાં તૂટતાં લાખો રૂપિયાની ચોરી થઇ હતી.

શાંતિનાથ સોસાયટીમાં ચોરીની આ પ્રથમ ઘટના નથી. રેલવે સ્ટેશનની બાજુમાં આવેલી આ સોસાયટીમાં અગાઉ પણ ચોરીની ઘટના બનેલી છે. સ્થાનિકોનું માનવું છે કે ચોર ગેંગ રેલવે માર્ગ પરથી સોસાયટીમાં પ્રવેશે છે અને ત્યારબાદ ચોરીને અંજામ આપી રાતના અંધકારમાં ફરાર થઈ જાય છે. તસ્કરોએ તરખાટ મચાવતા એક જ રાતમાં એક એપાર્ટમેન્ટના 4 ઘરનાં તાળાં તોડી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

મહત્વપૂર્ણ છે કે રેલવે સ્ટેશન નજીક આવેલા આ વિસ્તારમાં અવારનવાર ચોરીઓના બનાવો બનતા રહે છે. ત્યારે પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ વાપી ટાઉન પોલીસ દોડતી થઇ ગઇ હતી અને તસ્કરોનું પગેરુ મેળવવા માટે તપાસ શરૂ કરી છે. જોકે એપાર્ટમેન્ટમાં સીસીટીવી કેમેરા નહીં હોવાથી પોલીસ એપાર્ટમેન્ટના રસ્તા પર આવેલી દુકાનો અને અન્ય એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. ત્યારે ચોરીની અવારનવાર બની રહેલી ઘટનાના કારણે પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

TV9 Gujarati

 

ઘરની તમામ તિજોરીઓ તોડીને ચોરોએ રૂપિયા 1 લાખ રોકડા અને 5 તોલાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. .આથી સ્થાનિક લોકો પણ આશંકા સેવી રહ્યા છે કે માત્ર ખાલી ફ્લેટને જ તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાથી ચોરીની આ ઘટનામાં કોઈ જાણભેદુનો હાથ હોઈ શકે છે. આ એપાર્ટમેન્ટમાં રહેતા 1 RPFના જવાનના ફ્લેટ માં પણ તસ્કરો હાથફેરો કરી ગયા છે. બાજુના મકાનમાં રાખવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેટલાક શંકાસ્પદ ઈસમો દેખાઇ રહ્યા છે. એક જ રાતમાં એક એપાર્ટમેન્ટના 4 ઘરનાં તાળાં તોડી ચોરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]