શું તમે કારની બારીમાંથી કચરો ફેંકી દો છો ,તો ચેતી જાવ કર્ણાટકમાં યુવાનોને ભારે પડ્યુ પીઝાનું બોક્સ ફેંક્વુ

|

Jan 16, 2021 | 2:59 PM

શું તમે એવા લોકોની વચ્ચે રહો છો , જે કારની બારીમાંથી કચરો ફેંકી દે છે. તો ,ચેતી જાવ કર્ણાટકમાં યુવાનોને ભારે પડ્યુ પીઝાનું બોક્સ ફેંક્વુ આ સમ્રગ ઘટના છે કર્ણાટકની , બે યુવાનો મદિકેરી થી કૂર્ગ 80 કિ.મીની યાત્રા કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં કોગાડુ ગામ છે જ્યા આ બંન્ને યુવાનોઅ પિઝા ખાઈને તેનું બોક્સ […]

શું તમે કારની બારીમાંથી કચરો ફેંકી દો છો ,તો ચેતી જાવ કર્ણાટકમાં યુવાનોને ભારે પડ્યુ પીઝાનું બોક્સ ફેંક્વુ
OLYMPUS DIGITAL CAMERA

Follow us on

શું તમે એવા લોકોની વચ્ચે રહો છો , જે કારની બારીમાંથી કચરો ફેંકી દે છે. તો ,ચેતી જાવ કર્ણાટકમાં યુવાનોને ભારે પડ્યુ પીઝાનું બોક્સ ફેંક્વુ

આ સમ્રગ ઘટના છે કર્ણાટકની , બે યુવાનો મદિકેરી થી કૂર્ગ 80 કિ.મીની યાત્રા કરવા જઈ રહ્યા હતા. રસ્તામાં કોગાડુ ગામ છે જ્યા આ બંન્ને યુવાનોઅ પિઝા ખાઈને તેનું બોક્સ ફેંક્યુ. આ દરમિયાન ત્યાના સરપંચ દ્રારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી હતી.

પિઝાના બોક્સ ફેંક્યા બાદ આ યુવાનો ત્યાંથી નીકળી ગયા ,પરંતુ કોડાગુ ટુરિઝમ એસોસિએશનના જનરલ સેક્રેટરી મેડેતીરા થિમ્મૈયા ત્યા ઉપસ્થિત હતા. અને તેમને આ પિઝાના બોક્સમાંથી આ યુવાનનો નંબર મેળવી લીધો. તે બાદ આ યુવાનોનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ આ યુવાનોએ બાબતને ગંભીરતાથી ના લીધી.

મેડેતીરા થિમ્મૈયાએ આ યુવાનોના નંબર અને નામ ત્યાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પણ આપ્યુ. અને સોશિયલ મીડિયા પર યુવાનોના નંબર અને નામ સાથે બાબત શેર કરવામાં આવી. તે બાદ આ યુવાનોને સતત કોલ આવ્યા અને તેમની ભૂલનો અહેસાસ થયો અને તેઓને પાછા 80 કી.મી મુસાફરી કરીને પાછાએ જગ્યા પર આવવુ પડ્યુ.

Published On - 3:53 pm, Thu, 5 November 20

Next Video