Shree krishna: કૃષ્ણ કૃપાને પ્રાપ્ત કરવા ગુરુવારે અચુક કરો આ મંત્રોનો જાપ અને જુઓ પરિણામ

ગુરુવારનો દિવસ એ શ્રી વિષ્ણુની પૂજા કરવા માટે ઉત્તમ દિવસ મનાય છે. ત્યારે કૃષ્ણ કૃપાને પ્રાપ્ત કરવા આસ્થા સાથે આ મંત્રોનો જાપ કરવો જોઈએ.

Shree krishna: કૃષ્ણ કૃપાને પ્રાપ્ત કરવા ગુરુવારે અચુક કરો આ મંત્રોનો જાપ અને જુઓ પરિણામ
કૃષ્ણ કૃપામંત્રો
| Edited By: | Updated on: Apr 01, 2021 | 9:49 AM

ભગવાન શ્રી કૃષ્ણ (SHREE KRISHNA) એ પૂર્ણ પુરુષોત્તમ છે. તેના ભક્તોની તમામ ઈચ્છાઓને પરીપૂર્ણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ. જ્યારે જ્યારે કોઈ આપદા આવી પડે છે ત્યારે ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ તેના ભક્તો માટે સદૈવ તત્પર રહે છે.
ગુરુવારનો દિવસ એ શ્રી વિષ્ણુની પૂજા કરવા માટે ઉત્તમ દિવસ છે. શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો જ અવતાર મનાય છે. ત્યારે શ્રી કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરાવતા કેટલાક ખાસ મંત્રો આજે અમે આપને જણાવીશું. આ તમામ મંત્ર શ્રી કૃષ્ણને સમર્પિત છે અને તેનો આજના દિવસે જો પાઠ કરવામાં આવે તો વ્યક્તિની ઈચ્છાઓની પૂર્તિ થાય છે.

આ પણ વાંચો:  ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં પોતાના ભક્ત માટે સાક્ષી બની પધાર્યા હતા, જાણવા માટે વાંચો આ ખાસ પોસ્ટ

શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે

ૐ હ્રષિકેશાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

ભક્તિ અને વૈરાગ્યની પ્રાપ્તિ કરવા માટે

ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ.

મહિલાઓએ સંતાન પ્રાપ્તિ માટે

ૐ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે મંત્રનો જાપ કરવો.

શ્રી કૃષ્ણનો પંચાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણં મમઃ

વ્યક્તિની તમામ ઈચ્છાઓને પૂર્ણ કરે છે. યાદ રહે આ તમામ મંત્રોનો જાપ વ્યક્તિએ તુલસીમાળાના ઉપયોગ સાથે 108 વાર કરવો. જ્યારે આ મંત્રોનો જાપ કરો ત્યારે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસી શ્રી કૃષ્ણની કોઈ પ્રતિમા સામે પધરાવવી અને ઘીનો દિપક કરવો. જો આસ્થા સાથે આ મંત્રોનો જાપ કરવામાં આવે તો ચોક્કસ કરુણાસાગર શ્રી કૃષ્ણની કૃપા વ્યક્તિ પર બની રહે છે.

આ પણ વાંચો  મૃત્યુ બાદ શું થાય છે આત્માનું? જાણો શું કહે છે ગરુડ પુરાણ

આ પણ વાંચો  NASIK : શિરડી સાંઇ બાબાના મંદિરમાં દર્શનનો સમય ઘટાડાયો, જાણો શું છે દર્શન કરવાનો સમય ?