વૈશ્વિક બજારોમાં કોરોના વાઇરસની અસર અને યશ બેંકની ખોટથી શેરબજારમાં મોટો કડાકો

વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેત અને કોરોના વાઇરસની અસરને પગલે સોમવારે પણ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો. શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં આશરે 1659 પોઇન્ટનો કડાકા સાથે 35,932 થઈ ગયો. નિફ્ટી પણ 457 પોઇન્ટ ઘટી 10,531 થઈ. સેન્સેક્સ પેકમાં એશિયન પેઈન્ટને બાદ કરતા બાકીની તમામ 29 કંપનીના શેરમાં મંદીમય માહોલમાં જોવા મળી રહ્યાં છે.. યસ બેન્કના શેરનો […]

વૈશ્વિક બજારોમાં કોરોના વાઇરસની અસર અને યશ બેંકની ખોટથી શેરબજારમાં મોટો કડાકો
| Edited By: | Updated on: Oct 05, 2020 | 2:03 PM

વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેત અને કોરોના વાઇરસની અસરને પગલે સોમવારે પણ ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો. શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં આશરે 1659 પોઇન્ટનો કડાકા સાથે 35,932 થઈ ગયો. નિફ્ટી પણ 457 પોઇન્ટ ઘટી 10,531 થઈ. સેન્સેક્સ પેકમાં એશિયન પેઈન્ટને બાદ કરતા બાકીની તમામ 29 કંપનીના શેરમાં મંદીમય માહોલમાં જોવા મળી રહ્યાં છે.. યસ બેન્કના શેરનો ભાવ 20 ટકા વધીને રૂપિયા 19.70 થયો છે. કોરોનાને પગલે શેરબજારથી લઈ ક્રુડના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળે છે.

આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સેનેટ અને વેલફેરની ચૂંટણીનું પરિણામ જાહેર, સૌ વધુ સીટ પર NSUIનો વિજય

બીએસઈ સેન્સેક્સ 1659 પોઇન્ટ એટલે કે આશરે 4 ટકા ઘટી 36,091 થયો છે જ્યારે નિફ્ટી 457 પોઇન્ટ ઘટી 10,579.95 થઈ. મેટલ ઈન્ડેક્સ 4.71 ટકા, બેન્કેક્સ 3 ટકા, ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 3.85 ટકા, પાવર ઈન્ડેક્સ 3.95 ટકા ગગડ્યા છે. માર્કેટ બ્રેડથ અત્યંત મંદીમય છે. સેન્સેક્સ પેકમાં ઓએનજીસી 10.60 ટકા, પાવરગ્રીડ 5.74 ટકા, રિલાયન્સ 5.67 ટકા, એસબીઆઈ 5.44 ટકા, ટાટા સ્ટીલ 5.05 ટકા, એલએન્ડટી 4.49 ટકા, ટીસીએસ 3.98 ટકા ગગડ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 8:17 am, Mon, 9 March 20