PUBG ગેમના વિરોધમાં શાળા-સંચાલકો અને વિદ્યાર્થીઓ રસ્તા પર, સરકાર કાયદો લાવીને ગેમ પર પ્રતિબંધ મૂકે તેવી કરી માગણી

|

Jan 18, 2021 | 10:23 AM

ભારતમાં  PUBG મોબાઇલ ગેમ વાયુવેગે પ્રખ્યાત થઈ રહી છે. આ જ ગેમના કારણે ચરોતરમાં સ્કુલ સંચાલકો સરકાર પાસે આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માગ કરી રહ્યા છે જેથી બાળકો પર અસર ના પડે. છેલ્લા કેટલાક મહિનાઓથી મોબાઈલનો ઉપયોગ કરતા લોકોમાં પબજી ગેમનું ઘેલું લાગ્યું છે, જાહેર સ્થળો પર કોલેજીયનો ,તો વિદ્યાર્થીઓ સ્કુલ કેમ્પસ […]

PUBG ગેમના વિરોધમાં શાળા-સંચાલકો અને વિદ્યાર્થીઓ રસ્તા પર, સરકાર કાયદો લાવીને ગેમ પર પ્રતિબંધ મૂકે તેવી કરી માગણી

Follow us on

ભારતમાં  PUBG મોબાઇલ ગેમ વાયુવેગે પ્રખ્યાત થઈ રહી છે. આ જ ગેમના કારણે ચરોતરમાં સ્કુલ સંચાલકો સરકાર પાસે આ ગેમ પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માગ કરી રહ્યા છે જેથી બાળકો પર અસર ના પડે.

છેલ્લા કેટલાક મહિનાઓથી મોબાઈલનો ઉપયોગ કરતા લોકોમાં પબજી ગેમનું ઘેલું લાગ્યું છે, જાહેર સ્થળો પર કોલેજીયનો ,તો વિદ્યાર્થીઓ સ્કુલ કેમ્પસ અને ઘરોમાં આ ગેમ રમી રહ્યા છે. જોકે આ ગેમ રમવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણનો સર્વનાશ થઇ શકે છે અને આ ગેમને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી દુર જઈ રહ્યા છે. મોટાભાગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ પર આ ગેમ રમવામાં સમય બગાડી રહ્યા છે જે પ્રકારના ગેમમાં લેવલ આવેલા છે તેનાથી ગેમ રમનારની માનસિક સ્થિતિ હિંસાત્મકતા તરફ વળી  રહી છે, અને દેશમાં કેટલાક કિસ્સાઓમાં તો એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ગેમ રમનારને માતાપિતા દ્વારા રોકવામાં આવતા બાળકો ધ્વારા હુમલાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.

TV9 Gujarati

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

નડિયાદની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢી પબજી  ગેમ પર સરકારે પ્રતિબંધ લાવવો જોઈએ તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું તો આણંદની ખાનગી  સ્કુલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને પોતાના બાળકોને પબજી ગેમના સકંજામાંથી કઈ રીતે છોડાવી શકાય તે અંગે જાગૃતિ પણ લાવવામાં આવી રહી છે

આણંદ ખેડા જીલ્લાની ખાનગી સ્કુલોના સંચાલકો પબજી ગેમની ગંભીર અસરોથી વિદ્યાર્થીઓને બચાવવા માટે હવે જાહેરમાં આવ્યા છે અને સ્કુલ સંચાલકો માગ કરી રહ્યા છે કે આ ગેમના પ્રતિબંધ માટે સરકાર દ્વારા વિધાનસભામાં કાયદો બનાવવો જોઈએ.  આ ગેમ રમનાર સામે શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહીની જોગવાઈઓ કરવી જોઈએ ,માનવજીવન માટે ત્રાસવાદ સમાન પબજી ગેમ રમનાર માટે માનસિક ડ્રગનો ડોઝ પૂરો પડે છે ત્યારે સરકાર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી ગેમ પ્રતિબંધ માટે કરવામાં આવે છે તે આગામી સમયમાં જોવા મળી શકે છે.

[yop_poll id=1177]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:19 pm, Thu, 7 February 19

Next Article