Railway : આજે ગુજરાતમાં 5 ટ્રેન મોડી ચાલશે જયારે 2 રદ કરવામાં આવી, મુસાફરી કરતા પહેલા જાણીલો તમારી ટ્રેનની સ્થિતિ

આજે દક્ષિણ ગુજરાતમાં રોડ ઓવર બ્રિજના કામના કારણે રેલ વ્યવહાર(Railway) પ્રભાવિત થશે. રેલવે તંત્રએ સત્તવાર યાદીમાં જણાવ્યું છે કે નવસારી - મરોલી અને સંજાણ - ભીલાડ વચ્ચે રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે આજે રેલવેએ પાવર બ્લોક લીધો છે.

Railway : આજે ગુજરાતમાં 5 ટ્રેન મોડી ચાલશે જયારે 2 રદ કરવામાં આવી, મુસાફરી કરતા પહેલા જાણીલો તમારી ટ્રેનની સ્થિતિ
Railway File Image
Image Credit source: File image
| Edited By: | Updated on: Jun 07, 2022 | 2:52 PM

આજે દક્ષિણ ગુજરાતમાં રોડ ઓવર બ્રિજના કામના કારણે રેલ વ્યવહાર(Railway) પ્રભાવિત થશે. રેલવે તંત્રએ સત્તવાર યાદીમાં જણાવ્યું છે કે નવસારી – મરોલી અને સંજાણ – ભીલાડ વચ્ચે રોડ ઓવર બ્રિજના નિર્માણ માટે આજે રેલવેએ પાવર બ્લોક લીધો છે. નિર્માણની કામગીરી માટે બ્લોક લેવાના કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. આજે મંગળવારે 5 ટ્રેન મોડી પડી છે જયારે ટ્રેન રદ કરવામાં આવી છે. આ ટ્રેન 25 મિનિટથી લઈ ૧ કલાક સુધી લેટ પડી છે જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

 

ROB ના નિર્માણ માટે ટ્રાફિક અને પાવર બ્લોકને કારણે આ ટ્રેનના મુસાફરોએ સમસ્યાનો સામનો કરવો પડશે

  •  14805   યસવંતપુર – બાડમેર 50 મિનિટ લેટ
  •  12925   BDTS – અમૃતસર 45 મિનિટ મોડી પડશે
  •  12216   BDTS – દિલ્હી સરાઈ રોહિલા 35 મિનિટ મોડી પડશે
  •  12217   કોચુવેલી – ચંદીગઢ 25 મિનિટ લેટ
  •  09143  વિરાર – વલસાડ શટલ 1 કલાક લેટ

 

 

આ બે ટ્રેન રદ કરવામાં આવી

  •  09159   BDTS  – વાપી ઉમરગામ  અને  ઉમરગામ – વાપી વચ્ચે રદ રહેશે
  •  09144   વાપી – વિરાર અને વાપી-ઉમરગામ વચ્ચે રદ રહેશે

રેલવેએ ઘણી ટ્રેનના બદલ્યા રૂટ, ઘરેથી નીકળતા પહેલા એકવાર ચેક કરજો

ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો માટે એક મોટા સમાચાર છે. ભારતીય રેલવેએ (Indian Railways) ઘણી ટ્રેનોના રૂટમાં ફેરફાર કર્યો છે અથવા કેટલીક ટ્રેનોને રદ કરી છે. રેલવેના (Railways) ડબલિંગ કામને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ રહી છે. જેના કારણે ઘણા રૂટ બદલવામાં આવ્યા છે અને કેટલાક વાહનો કેન્સલ કરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવે તરફથી મળેલી માહિતી મુજબ મુસાફરોએ ઘરેથી નીકળતા પહેલા એકવાર જે તે રેલવે માટે વિગતો લેવી જરૂરી છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર સુરેન્દ્રનગર-રાજકોટ રેલવે સેક્શનની (Surendranagar-Rajkot Railway Section) મધ્યમાં આવેલા વાંકાનેર-અમરસર-સિંધાવદર સ્ટેશનો વચ્ચે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે. ડબલિંગના કામને કારણે રેલ ટ્રાફિકને અસર થશે.

 

વિગતવાર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો 

Published On - 2:50 pm, Tue, 7 June 22