કોણ છે મસૂદ અઝહર જેણે ભારત સહિત સમગ્ર દુનિયામાં આતંક ફેલાવ્યો હતો ? કેવી રીતે બનાવ્યું જૈશ-એ-મોહમ્મદ ?

|

Mar 03, 2019 | 3:51 PM

ભારતના નંબર-1 દુશ્મન અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર મોતની વાત સામે આવી રહ્યા છે. જો કે તે લાંબા સમયથી લિવર કેન્સરની સારવાર હેઠળ છે. હાલમાં એવી માહિતી સામે આવી રહી છે કે, તેની મોત 2 માર્ચના જ થઈ ગઈ છે. પાકિસ્તાની સેનાએ પણ હજી સુધી આ વાત સ્વીકારી નથી. ક્યાંથી શરૂ થઈ કથા […]

કોણ છે મસૂદ અઝહર જેણે ભારત સહિત સમગ્ર દુનિયામાં આતંક ફેલાવ્યો હતો ? કેવી રીતે બનાવ્યું જૈશ-એ-મોહમ્મદ ?

Follow us on

ભારતના નંબર-1 દુશ્મન અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર મોતની વાત સામે આવી રહ્યા છે. જો કે તે લાંબા સમયથી લિવર કેન્સરની સારવાર હેઠળ છે. હાલમાં એવી માહિતી સામે આવી રહી છે કે, તેની મોત 2 માર્ચના જ થઈ ગઈ છે. પાકિસ્તાની સેનાએ પણ હજી સુધી આ વાત સ્વીકારી નથી.

ક્યાંથી શરૂ થઈ કથા ?

1968ના જન્મેલ મસૂદ અઝહર જૈશ-એ-મોહમ્મદ નામના આતંકી સંગઠનની સ્થાપના કરી હતી. જેનું નેતૃત્વ અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સુધી ફેલાયેલી છે. સંયુક્ત રાષ્ટ્ર એ સંગઠનને બ્લેકલિસ્ટ કરી ચુક્યા છે. આ સંગઠનનું મુખ્ય કાર્યક્ષેત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી ચલાવવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત

સોવિયેત –અફઘાન યુદ્ધની 1989માં સમાપ્તિએ અફઘાનિસ્તાનમાં સક્રિય એવા ઘણા કટ્ટરપંથી સમૂહોને પોતાના માટે નવી જમીનની શોધ માટે મજબૂર કર્યા. એવું જ એક સંગઠન હતું, હરકત-ઉલ-મૂઝાહિદ્દીન(HUM). જે અફઘાનિસ્તાનમાં સક્રિય સંગઠન હરકત-ઉલ-જિહાદથી તૂટીને બન્યું હતું. 1989માં કાશ્મીરમાં શરૂ થયેલ અલગાવવાદી આંદોલનમાં HUM સક્રિય સંગઠન હતું.

આ પણ વાંચો : ભારતીય સેનાને મળશે સાડા સાત લાખ ‘એકે-203’, દુનિયાની સૌથી આધુનિક રાયફલથી દુશ્મનો પણ થરથર કાંપશે, શું છે ખાસિયત?

જે પછી 1993 અને 1994નું વર્ષ ભારતીય સુરક્ષા બળોએ HUMની કમર તોડી નાખી. નવેમ્બર 1993માં સંગઠનના હાઈકમાન્ડ નસરુલ્લાહ મંસૂર લંગરયાલને ભારતીય સુરક્ષા બળોએ ધરપકડ કરી. જેના આગલા વર્ષે ફેબ્રુઆરી 1994માં HUMના સેક્રેટરી મૌલાના મસૂદ અઝહર અને સજ્જાદ અફઘાની પણ ભારતીય સેનાના હાથમાં આવી ગયા.

1999માં સજ્જાદ અફઘાનીને જેલ તોડી ભાગવા બદલ ગોળી મારી દેવામાં આવી. જેના જવાબમાં HUMએ ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ-814ને હાઈજેક કરી લીધું. ભારતીય સરકારે મજબૂર થઈને જેલમાં બંધ ત્રણ આતંકી મૌલાના મસૂદ અઝહર, અહમદ ઉમર સઈદ શેખ અને મુસ્તફાક અહમદ અજગરને કંધાર જઈ આઝાદ કરવા પડ્યા. પાકિસ્તાન જઈ મૌલાના મસૂદ અઝહરે HUMથી અલગ થઈ પોતાનું એક અલગ સંગઠન બનાવ્યું. સંગઠનનું નામ રાખ્યું, જૈશ-એ-મોહમ્મદ. શાબ્દિક અર્થ થાય છે મોહમ્મદની સેના.

વર્ષ હતું 2000નું. પહેલો મોટો હુમલો કર્યો ઓક્ટોબર 2001માં. અને એ પણ જમ્મુ કાશ્મીરની વિધાનસભા પર. જે હુમલામાં 38 લોકોએ જીવ ગુમાવ્યા. જેના બે મહિના પછી ડિસેમ્બર 2001માં લશ્કર-એ-તૈયબાની સાથે મળીને દેશની સંસદ પર હુમલો કર્યો. જે હુમલામાં ભારતના 8 જવાનો શહીદ થયા. ઓક્ટોબર 2001માં ભારતના દબાવના ચાલતા સંયુક્ત રાષ્ટ્ર સંઘે જૈશને આતંકી સંગઠન ઘોષિત કરી દીધું. ડિસેમ્બર 2001માં અમેરિકા સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ તેને આતંકી સંગઠન ઘોષિત કર્યું.

આ પણ વાંચો : Breaking News: ભારતના દુશ્મન નંબર-1 મસૂદ અઝહરનું મોત થયા હોવાના સમચાર

એ પછી પાકિસ્તાને પણ જૈશને આતંકી સંગઠન ઘોષિત કરી દીધું. જાન્યુઆરી 2002ની વાત છે. પરવેઝ મુશર્રફની ભારત યાત્રાથી ઠીક પહેલા. જૈશે આ પ્રતિબંધનો વિરોધ કર્યો. માર્ચ 2002થી લઈને સ્પ્ટેમ્બર 2002 સુધી જૈશે ઈસ્લામાબાદ, કરાચી, મુરી, બહાવલપુરમાં ફિદાયની હુમલાઓને લીલી ઝંડી આપી. પ્રતિબંધ લાગ્યા બાદ જૈશના બે ટુકડાઓ થઈ ગયા. પહેલો ટુકડો ખુદ્દામ-ઉલ-ઈસ્લામ. જેનું નેતૃત્વ મસૂદ અઝહરે કર્યું. બીજો ટુકડો તહરીક-ઉલ-ફૂરકાન. જેનું નેતૃત્વ અબ્દુલ્લ શાહ મજહર કરી રહ્યો હતો.

2003માં પાકિસ્તાની સરકારે ખુદ્દામ ઉલ-ઈસ્લામ અને તહરીક-ઉલ-ફુરકાન પર પણ બેન લાગી ગયો. જે પછી અઝહરે પોતાના સંગઠનનું નામ બદલીને અલ-રહમત-ટ્રસ્ટ રાખ્યું. આ બેનથી ગુસ્સે ભરાયેલા અઝહરે પરવેઝ મુશર્રફને પણ ન છોડ્યા. 14 અને 25 ડિસેમ્બર 2003માં પાકિસ્તાની રાષ્ટ્રપતિ મુશર્રફ પર આ સંગઠને જીવલેણ હુમલો કર્યો.

પાકિસ્તાન સરકારે આ સંગઠન વિરૂદ્ધ ક્રેક ડાઊન શરૂ કર્યું. મિલેટ્રી ઈન્ટેલિજન્સમાં જૈશના સમર્થકોને નોકરીથી નીકાળી દેવામાં આવ્યા. તેમના ઠેકાણાઓને તહેસ-નહેસ કરી દેવામાં આવ્યા. 2004માં ક્રેક ડાઊન પછી મસૂદ અઝહરે પાકિસ્તાની સરકારની સાથે સમજોતો કર્યો અને પાકિસ્તાનની અંદર આતંકવાદી ગતિવિધિ રોકી દીધી.

આ પણ વાંચો : અમદાવાદ :હોસ્પિટલના ઉદ્ધાટન કાર્યક્રમમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ગેરહાજર રહેતાં નવા તર્કવિતર્ક શરૂ, પરંતુ હકીકત છે કંઇક અલગ

પાકિસ્તાનમાં આ સંગઠન બેન હતું પણ ISIએ આ સંગઠનને વિકસાવવા માટે પૂરી રીતે મદદ કરી. જેનાથી તે વારંવાર ભારત પર હુમલો કરતું આવ્યું. 2009માં આવેલી મીડિયા રિપોર્ટસ અનુસાર આ સંગઠને પાકિસ્તાનના બહાવલપૂરમાં સાડા છ એકડમાં પોતાનું કોમ્પલેક્સ બનાવેલું છે. જ્યાં આતંકીઓની ટ્રેનિંગ લગાતાર ચાલુ રહે છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા મસૂદ અઝહરે ધમકી આપી હતી કે તેની પાસે 300 આત્મઘાતી હુમલાવર છે. જો નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે તો એ ભારત પર હુમલો કરશે.

25 ડિસેમ્બર 2015માં નરેન્દ્ર મોદી લાહોર જઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે મુલાકાત કરી. જે મુલાકાતે જૈશને નારાજ કરી દીધા. જેના ઠીક સાત દિવસ બાદ સંગઠને પઠાનકોટ એરબેઝ પર હુમલો કરી દીધો. સપ્ટેમ્બર 2016માં થયેલા ઉરી હુમલામાં પણ આજ સંગઠનનું નામ સામે આવ્યું હતું. જો કે અધિકારીક રીતે આ સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી નહોતી. હાલ તો મસૂદ અઝહરનો ભાઈ અબ્દુલ રઉફ અઝગર આ સંગઠનને ચલાવી રહ્યો છે. રઉફ 1999માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ-814ના અપહરણકર્તાઓમાંથી એક હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article