Pakistan Economic Crisis: પાકિસ્તાનમાં 2,00,0000,0000… MT ઘઉંની અછત, ભૂખમરો ફેલાવાની કગાર પર દેશ!

પાકિસ્તાનમાં ઘઉંની ભારે અછત છે. લોકો લોટની એક બોરી પણ મળી રહી નથી. મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય માણસ દૂધ, બ્રેડ અને બિસ્કિટ પણ ખરીદી શકતા નથી.

Pakistan Economic Crisis: પાકિસ્તાનમાં 2,00,0000,0000… MT ઘઉંની અછત, ભૂખમરો ફેલાવાની કગાર પર દેશ!
Image Credit source: Tv9 ભારતવર્ષ
| Edited By: | Updated on: Jan 28, 2023 | 10:10 AM

પાકિસ્તાન આર્થિક સ્થિતિ સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ઓપન માર્કેટમાં US ડોલર સામે પાકિસ્તાની રૂપિયો 262.6 પર પહોચી ગયો છે, પરિસ્થિતિ ગમે તે હોય, પણ અહીં નાણામંત્રી તેને અલ્લાહની મરજી ગણાવી રહ્યા છે. પાકિસ્તાનના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અને સંશોધન મંત્રી તારિક બશીર ચીમાએ સંસદના ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન ઘઉંની અછતનો સામનો કરી રહ્યું છે.

ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ મુજબ પાકિસ્તાનમાં 2.37 મિલિયન મેટ્રિક ટન ઘઉંની અછત છે. તેમણે કહ્યું કે આ વર્ષે દેશમાં કુલ 28.42 મિલિયન ટન ઘઉં છે. જેમાં ઘઉંનું ઉત્પાદન 26.389 મિલિયન ટન અને કેરી ફોરવર્ડ સ્ટોક 2.031 મિલિયન ટન હતો. પરંતુ પાકિસ્તાનનો વપરાશ 30.79 મિલિયન મેટ્રિક ટન છે. આ કારણે 2.37 MMTની અછત છે. લોકોને અહીં લોટ અને ઘઉં મળી રહ્યા નથી. લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા છે અને અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જ્યાં ઘઉંનો સંગ્રહ કરવામાં આવ્યો છે, ત્યાં સૈનિકો ઉભા કરવામાં આવ્યા છે.

આ વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ

ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલૂચિસ્તાન વિસ્તારના ઘણા વિસ્તારોમાંથી ઘઉંની અછતને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. લોટની દરેક બોરી માટે લોકોને 24-24 કલાક રાહ જોવી પડે છે. આ પછી પણ ખાતરી નથી કે 10 કિલો લોટની બોરી મળશે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, રોકડની તંગીવાળા આ દેશમાં હજારો લોકો સસ્તા લોટની થેલીઓ મેળવવા માટે દરરોજ કલાકો લાઈનમાં ઉભા રહે છે. સોશિયલ મીડિયા પર મહિલાઓના રડતા વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેમાં તે ઘરના ખાલી વાસણો બતાવી રહી છે.

પરિસ્થિતિ સુધરી રહી છે – પાકિસ્તાનના મંત્રી

પાકિસ્તાનના નાણામંત્રીએ કહ્યું કે, શહેબાઝ શરીફની આગેવાની હેઠળની સરકાર પાકિસ્તાનમાં સ્થિતિ સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. અમારી ટીમ ચૂંટણી પહેલા પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરી રહી છે, તેમણે કહ્યું કે, પાકિસ્તાનની વર્તમાન દુર્દશાને પાંચ વર્ષ પહેલા શરૂ થયેલા ડ્રામાને જવાબદાર ગણાવ્યું હતુ અને ઉમેર્યું કે અહીંના લોકો હજુ પણ પીડાય છે. તેમણે કહ્યું કે આ ડ્રામા પહેલા 2013-17 દરમિયાન નવાઝ શરીફના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સારી સ્થિતિમાં હતી.

રોકડની તીવ્ર તંગી

રોકડથી અછતગ્રસ્ત પાકિસ્તાની ચલણ ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટ અને ઓપન માર્કેટમાં યુએસ ડોલર સામે પાકિસ્તાની રૂપિયો 262.6 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે ચલણ ઓપન માર્કેટમાં પાકિસ્તાની રૂપિયો 265 અને ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 266 પર આવી ગયો હતો. સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાનના જણાવ્યા અનુસાર, જ્યારે શુક્રવારે બજાર ખુલ્યું ત્યારે ગુરુવારના બંધ ભાવથી ચલણમાં રૂપિયા 7.17 અથવા 2.73 ટકાનો ઘટાડો થયો હતો.