ખૂબ જ મહેનત કરવા છતાં નથી મળી રહી સફળતા ? ઘરમાં સજાવો આ પ્રાણીઓની પ્રતિમા !

કહેવાય છે કે ઘોડાની પ્રતિમા ઘરની નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરી દે છે અને સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે. દોડતા ઘોડા એ ગતિ, સફળતા (success) અને શક્તિનું પ્રતિક છે. માન્યતા અનુસાર તેનાથી જીવનમાં દરેક ક્ષેત્રે પ્રગતિ થાય છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

ખૂબ જ મહેનત કરવા છતાં નથી મળી રહી સફળતા ? ઘરમાં સજાવો આ પ્રાણીઓની પ્રતિમા !
Animals idol at home
| Edited By: | Updated on: Feb 25, 2023 | 6:30 AM

ઘરમાં લોકો કેટલાય પ્રકારની મૂર્તિઓ સજાવટ માટે રાખતા હોય છે. ઘરમાં રાખવામાં આવેલી સજાવટની વસ્તુઓમાં કેટલીક વસ્તુઓ સકારાત્મક ઊર્જા ફેલાવે છે તો કેટલીક વસ્તુઓ નકારાત્મક ઊર્જા ફેલાવે છે. એટલે વાસ્તુ અનુસાર સજાવટ માટે એવી જ વસ્તુઓનો ઉપયોગ કરવો કે જે ઘરને સકારાત્મક ઊર્જા પ્રદાન કરે તેમજ તમારી પ્રગતિમાં યોગદાન આપે. ત્યારે આવો, આજે ઘરમાં રાખવાની પ્રાણીઓની કેટલીક એવી પ્રતિમાઓ વિશે વાત કરીએ કે જે તમને કારકિર્દીમાં ઉન્નતી પ્રદાન કરશે અને સાથે જ સમૃદ્ધિની પણ પ્રાપ્તિ કરાવશે.

હાથીની મૂર્તિ

⦁ ઘરમાં તમે હાથીની મૂર્તિ રાખી શકો છો. પણ યાદ રાખો, કે આ મૂર્તિ નક્કર ચાંદી કે પિત્તળની હોવી જોઇએ.

⦁ હાથી ઐશ્વર્યનું પ્રતિક છે. એટલે હાથીની પ્રતિમા ખાસ કરીને ધન, સમૃદ્ધિ અને ઐશ્વર્યને વધારે છે.

⦁ શયનકક્ષમાં હાથીની પિત્તળની પ્રતિમા રાખવાથી પતિ-પત્ની વચ્ચેના મતભેદ દૂર થાય છે.

⦁ ઘરમાં હાથીની ચાંદીની પ્રતિમા રાખવાથી રાહુ સંબંધિત દોષ દૂર થાય છે.

⦁ ફેંગશૂઇ અનુસાર હાથીની છબી કે મૂર્તિ ઘરમાં રાખવાથી સકારાત્મક ઊર્જાની સાથે સાથે ધન પ્રાપ્તિના સ્તોત્ર ખુલી જાય છે.

ઘોડાની મૂર્તિ

⦁ વાસ્તુ અને ફેંગશૂઇ અનુસાર ઘોડાની મૂર્તિ ઘરમાં રાખવાથી જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળે છે.

⦁ કહેવાય છે કે ઘોડાની પ્રતિમા ઘરની નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરી દે છે અને સકારાત્મક ઊર્જા ઉત્પન્ન કરે છે.

⦁ દોડતા ઘોડા એ ગતિ, સફળતા અને શક્તિનું પ્રતિક છે. માન્યતા અનુસાર તેનાથી જીવનમાં દરેક ક્ષેત્રે પ્રગતિ થાય છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે.

⦁ ઘોડાની મૂર્તિ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.

⦁ ફેંગશૂઇ અનુસાર ઘરમાં ઘોડાની મૂર્તિ રાખવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે તેમજ ઘરમાં સુખ-શાંતિનું આગમન થાય છે.

ગાય અને વાછરડાની મૂર્તિ

⦁ કેટલાંક ઘરમાં વાછરડાને દૂધ પીવડાવતી કામધેનુ ગાયની પિત્તળની પ્રતિમા રાખવામાં આવતી હોય છે. આ પ્રતિમા ખૂબ જ શુભ મનાય છે.

⦁ કહે છે કે વાછરડા સાથેની ગાયની પ્રતિમા ઘરમાં રાખવાથી સંતાન પ્રાપ્તિના યોગ બને છે.

⦁ આવી પ્રતિમા માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે.

⦁ ફેંગશૂઇમાં આવી પ્રતિમાનું ખૂબ મહત્વ દર્શાવાયું છે. અભ્યાસમાં એકાગ્રતા માટે પણ આ મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવી જોઇએ.

ઉંટની મૂર્તિ

⦁ ઉંટની મૂર્તિને પણ ઘરમાં રાખવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

⦁ ઉંટ સખત પરિશ્રમનું પ્રતિક છે. તેની પ્રતિમાની જોડને ડ્રોઇંગરૂમ કે લિવિંગ રૂમમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ.

⦁ ઉંટની મૂર્તિ પરિવારના લોકોને માનસિક રીતે સુદ્રઢતા અને નિશ્ચિંતતા પ્રદાન કરે છે.

⦁ કારકિર્દીમાં ઉન્નતિ મેળવવાના હેતુથી વ્યવસાયિક જગ્યા પર ઉંટની મૂર્તિ કે છબી રાખવામાં આવે છે.

⦁ ઉંટની પ્રતિમા કે છબી મનને સ્થિર કરીને સફળતા પ્રદાન કરે છે.