Valsad: વલસાડ, વાપી અને પારડીમાં મેઘરાજાનું આગમન, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

|

Jun 17, 2021 | 6:52 PM

Valsad :  વાપી અને પારડીમાં  ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો હતો.વરસાદની પહેલી ઈનિગ્સમાં જ વલસાડ પાણી પાણી થયું હતુ.

Valsad: વાપી અને પારડીમાં  ભારે પવન સાથે ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો હતો. વરસાદની પહેલી ઈનિગ્સમાં જ વલસાડ પાણી પાણી થયું હતુ. ગુજરાતના વલસાડ, સુરત સુધીના વિસ્તારોમાં નૈઋત્ય ચોમાસું (Monsoon) બેસી ગયું છે.

 

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થઈ ચુકી છે. વલસાડ (Valsad), વાપી અને પારડીમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતુ. વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં આવેલો મોગરાવાડીનો રેલવે અંડરબ્રિજ (Railway underbridge) પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો પરેશાન થયા હતા.

 

વલસાડમાં ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોને અવર-જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદથી અંડરબ્રિજમાં પાણી ભરાતા અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા હતા.

 

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 16 જૂનથી જ વરસાદનું આગમન થઈ ગયું છે, પરંતુ વરસાદ માટે ગુજરાતને હજુ પણ રાહ જોવી પડશે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત સુધીના વિસ્તારોમાં નૈઋત્ય ચોમાસું (Monsoon) બેસી ગયું છે.

 

અરબી સમુદ્રમાં સિસ્ટમ સર્જાતા જ ચોમાસુ આગળ વધશે તેમ હવામાન વિભાગનું કહેવુ છે. બીજી તરફ રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે. જેના કારણે ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આકાશ વાદળછાયુ રહેવાની સાથે આગામી બે દિવસ સુધી છુટોછવાયો વરસાદ (Rain)પણ વરસવાની આગાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: Ahmedabad: ગોધાવીથી સેલા જતી શાખા નહેરમાં ગાબડું પડ્યું, ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાનું જોખમ

Next Video