Gujarati NewsLatest newsMla involved in murder one crpf soldier in gujarat with extra martial affair
ધારાસભ્ય સાથેના કથિત પ્રેમમાં પત્નીએ પોતાના સાથીદારો સાથે મળી કરી જમ્મુમાં ફરજ બજાવતા CRPF પતિની હત્યા, તપાસનો ધમધમાટ હવે ધારાસભ્ય સુધી પહોંચ્યો
ધારાસભ્યની પ્રેમીકા મનાતી પત્નીએ એ જ પોતાની બહેન અને ભાભી તેમજ ભાભીના પ્રેમી સાથે મળીને જમ્મુમાં CRPF જવાન પતિની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યુ છે. 15 દિવસ અગાઉ સાબરકાંઠાના વડાલી તાલુકાના બડોલ ગામના રોડ નજીક પડેલી એક લાશને લઇને પોલીસે તપાસ હાથ ધરતા જ ભેદ ઉકેલાયો છે. પોલીસ હવે તપાસ માટે કોંગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય […]
Follow us on
ધારાસભ્યની પ્રેમીકા મનાતી પત્નીએ એ જ પોતાની બહેન અને ભાભી તેમજ ભાભીના પ્રેમી સાથે મળીને જમ્મુમાં CRPF જવાન પતિની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યુ છે.
15 દિવસ અગાઉ સાબરકાંઠાના વડાલી તાલુકાના બડોલ ગામના રોડ નજીક પડેલી એક લાશને લઇને પોલીસે તપાસ હાથ ધરતા જ ભેદ ઉકેલાયો છે. પોલીસ હવે તપાસ માટે કોંગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય સુધી પણ પહોંચશે. 15 દિવસ અગાઉ વડાલી તાલુકાના બડોલ ગામની સીમમાં રોડ નજીકથી એક આધેડ યુવકની લાશ મળી આવી હતી અને જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી. વડાલી પોલીસને પ્રાથમિક દ્રષ્ટીએ જ અકસ્માતમાં મોત પામેલા જેવી હાલતમાં મળેલી લાશને લઇને આશંકા ઉપજી હતી. જેને લઇને લાશની તપાસ હાથ ધરી હતી. આખરે જેમાં ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે મૃતક સોમાભાઇ ચૌહાણ જમ્મુમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા હતા અને તેમની ત્યાંથી બદલી થઇ હોઇ બદલીની રજા પર ઘરે આવ્યા હતા. પરંતુ સોમાભાઇ રજા પર આવવા દરમ્યાન પત્નીની કરતુતો પર શંકા લાગતા જ બંને વચ્ચે તકરારો સર્જાવા લાગી હતી.
બંને વચ્ચે તકરારો વધવા લાગી હતી જેથી પત્નીની મનમાં ડર હતો કે પોતાની પોલ ખુલી જશે અને આ ડર વચ્ચે જ તેણે પતિને મોતને ઘાટ ઉતારવા માટેનો પ્લાન બનાવ્યો હતો અને અંબાજી દર્શન કરવા જવાનુ બહાનુ ઉભુ કર્યુ હતું. જે પ્રમાણે તેણે પોતાની ભાભી અને તેના પ્રેમી યુવકને તૈયાર કર્યા હતા અને સાથે પોતાની બેનને પણ લીધી હતી. આમ પતિ પત્ની સહીત પાંચેય જણાં અંબાજી જવા માટે નિકળ્યા હતા. આ કામને પાર પાડવા માટે આરોપી નટવરને દોઢ લાખ રુપીયા આર્મીની રકમ આવે ત્યારે આપવાની પણ લાલચ આપી હતી. આમ કાવત્રુ રચીને તેમણે વડાલીના બડોલ નજીક દારુના નશામાં બેહોશ કરીને ગાડીમાંથી નીચે ઉતારી દઇ તેના પર બે વાર ગાડી ફેરવી દઇને મોતને ઘાટ ઉતારીને અંધારામાં ફરાર થઇ ગયા હતા. ઘટનાને લઇને પોલીસે તપાસ હાથ ધરતા જ પોલીસને એક બાદ એક આરોપીઓએ ઝડપાઇને આખા પ્લાનને સ્વીકારી લીધો હતો.
અકસ્માતનુ તરકટ રચીને હત્યા કરી આર્મી મેન હોવાથી મળનારા પૈસા અને અને અકસ્માતમાં મોતને ખપાવી આવનારા પૈસા પણ મેળવી લેવાની લાલચ પણ પત્નીએ રાખીને પોતાની સ્વતંત્ર જીંદગી જીવવાના સપના સેવ્યા હતા. પોલીસે પત્નીના મનસુબા પર પાણી ફેરવી દઇ જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. પોલીસે તપાસનો દૌર હાથ ધરતાં જ પોલીસને હવે મૃતક આર્મી મેન જવાનની પત્નીને ધારાસભ્ય સાથે સારા સંબંધો હોવાનુ સામે આવ્યા હોવાનું અને પત્નિ કમળાબેને હત્યા કરતા અગાઉ ધારાસભ્યને પણ 29 સેકન્ડની વાતચીત પોતાના મોબાઇલથી મોડી રાત્રીએ કરી હતી. ત્યાર બાદ હત્યા થઇ હોવાને લઇને હવે પોલીસે ધારાસભ્ય આખીય ઘટનામાં ક્યાયં સંકળાયેલા છે કે કેમ તે તમામ દિશામાં પણ તપાસ હાથ ધરી છે. હવે વડાલી પોલીસ તપાસ માટે ધારાસભ્યની પણ પુછપરછ મોબાઇલમાં શુ વાત થઇ હતી અને આરોપી નટુ જે પ્રમાણે આક્ષેપ કરે છે તે સાચા છે કે ખોટા તે પણ તપાસ જેથી હત્યાનુ મુળ કારણ આડા સંબંધો જ હતા કે પછી પારીવારીક ખટપટો જ જવાબદાર હતી તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.
પોલીસે હાલ તો જોકે તપાસ અંગે કોંગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય તરફ પણ તપાસની દિશા કરતાં જ હાલ તો રાજકીય રીતે પણ આખીય ઘટના હવે હાઇપ્રોફાઇલ બનવા તરફ જઇ રહી છે પરંતુ ધારાસભ્ય અને આરોપી પત્નીને હત્યા અગાઉ મોડી રાત્રીએ 29 સેકન્ડની કઇ વાત થઇ હતી એ કોયડો હાલ તો અનેક સવાલો ખડા કરી રહ્યો છે.
આરોપી નટવર પગીનું કહેવુ છે કે અમે ઘરેથી અંબાજી જવા માટે ગાડી લઇને નિકળ્યા હતા અને જ્યાં નીચે ઉતારી ગાડી ચઢાવી દીધી હતી અને મને દોઢ લાખ રુપીયા આપવાનુ કહેલું અને પોલીસની જવાબદારી મારી રહેશે એમ કહેલું. કમળાબેનને ધારાસભ્ય સાથે સંબંધ છે અને મને પણ બીજી મહિલા સાથે સંબંધ હતો. જ્યારે તપાસ કરી રહેલા વડાલી પોલીસના સબ ઇન્સપેકટર અલકેશ ગઢવીએ જણાવ્યું હતું કે આ તપાસ હાથ ધરી છે. જેમાં તપાસ દરમ્યાન પતિ સાથેની ખટપટથી પત્નીએ હત્યા કરી હોવાનું હાલ તો સામે આવ્યુ છે. ધારાસભ્ય અંગેની દિશામાં પણ તપાસ ચાલુ છે અને તપાસમાં જે નિષ્કર્ષ આવશે એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.