CJI Chandrachudની લાઈફસ્ટાઈલ, સવારે 3:30 વાગ્યે ઉઠવાથી લઈ રાત્રે સૂવા સુધીનું શેડ્યૂલ, જાણો વિગતે

જસ્ટિસ DY ચંદ્રચુડને વાંચવામાં રસ છે, તેઓ રાત્રે 8 વાગ્યાથી 1-2 કલાક વાંચન કરે છે. તે આ સમયને તેમનો મી-ટાઈમ પણ કહે છે. જો આપણે ખોરાક વિશે વાત કરીએ, તો તેઓ ઓછું ખાવાનું પસંદ કરે છે.

CJI Chandrachudની લાઈફસ્ટાઈલ, સવારે 3:30 વાગ્યે ઉઠવાથી લઈ રાત્રે સૂવા સુધીનું શેડ્યૂલ, જાણો વિગતે
ભારતના મુખ્ય ન્યાયાધીશ DY ચંદ્રચુડ
Image Credit source: File Photo
| Edited By: | Updated on: Jan 11, 2023 | 8:59 AM

જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ જેઓ ભારતના મુખ્ય ન્યાયાધીશ છે, તેમની જીવનશૈલી અન્ય કરતા અલગ હશે કારણ કે તેમનું કામ પણ અલગ છે. CJI DY ચંદ્રચુડે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના જજ તરીકે, તેમણે એક સપ્તાહમાં લગભગ 250 કેસ વાંચવા પડે છે. તેમાં મર્ડરથી લઈને પ્રોપર્ટી અને કોમર્શિયલ સુધીના વિવિધ પ્રકારના કેસ છે. તે બધા કેસને મારે મેનેજ કરવાના હોય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, હુ સવારે 3:30 વાગ્યે જાગી જાઉં છું. આ મારા માટે શ્રેષ્ઠ સમયનો એક ભાગ છે. આ સમયે હું મારું મોટા ભાગનું કામ પૂરું કરી લઉં છું. 9:30થી10 સુધીમાં મારૂ બધુ કામ કરી લઈ તેવો મારો પ્રયત્ન હોય છે.

તેમને ઓછું ખાવાનું પસંદ છે

જસ્ટિસ DY ચંદ્રચુડને વાંચવામાં રસ છે, તેઓ રાત્રે 8 વાગ્યાથી 1-2 કલાક વાંચન કરે છે. તે આ સમયને તેમનો મી-ટાઈમ પણ કહે છે. જો આપણે ખોરાક વિશે વાત કરીએ, તો તેઓ ઓછું ખાવાનું પસંદ કરે છે. જ્યારે સંગીતની વાત કરીએ તો તેમને વેસ્ટર્ન મ્યુઝિક સાંભળવું ગમે છે. તેમને કોલ્ડપ્લે અને ક્રિસ માર્ટિન જેવા ગાયકોના ગીતો ગમે છે. 2019માં મુંબઈમાં એક ઈવેન્ટમાં તેમણે જણાવ્યું કે, મારી લાઈફસ્ટાઈલ આવી છે. જ્યારથી હું સુપ્રીમ કોર્ટના જજ તરીકે હતો.

CJIએ બે લગ્ન કર્યા

જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડને પ્રકૃતિની નજીક રહેવું ગમે છે અને ચાલવાનું પણ પસંદ છે. જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડે 9 નવેમ્બર 2022ના રોજ ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને 10 નવેમ્બર 2024 સુધી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે રહેશે. CJI ચંદ્રચુડના પિતા YV ચંદ્રચુડ પણ ભારતના 16મા મુખ્ય ન્યાયાધીશ હતા. તેઓ 2 ફેબ્રુઆરી 1978થી 11 જુલાઈ 1985 સુધી CJI હતા. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડનો જન્મ 11 નવેમ્બર 1959ના રોજ થયો હતો. તેમના પરિવારની વાત કરીએ તો તેમની પત્નીનું નામ કલ્પના દાસ છે. તેઓ વકીલ પણ છે. પતિ-પત્નીએ બે છોકરીઓને દત્તક લીધા છે. બંને ખાસ બાળકો છે. એકનું નામ માહી અને બીજાનું નામ પ્રિયંકા છે. કલ્પના દાસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના બીજા પત્ની છે, પહેલી પત્નીનું 2007માં કેન્સરથી અવસાન થયું હતું.

ન્યાય બધા સુધી પહોંચે: જસ્ટિસ ચંદ્રચુડ

જસ્ટિસ ચંદ્રચુડે પ્રથમ ઓલ ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી કોન્ફરન્સને સંબોધિત કરતા આ વાત કહી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, ભારત જેવા વિશાળ દેશમાં જ્યાં જાતિના આધારે અસમાનતા છે, ત્યારે ન્યાય આપણા સમાજના સામાજિક-આર્થિક રીતે મજબૂત વર્ગો સુધી સીમિત ન હોવો જોઈએ. તેમણે કહ્યું કે, સરકારનું કર્તવ્ય છે કે તે ન્યાયી અને સમાનતાવાદી સામાજિક વ્યવસ્થાનું નિર્માણ કરે જેમાં કાયદો વ્યવસ્થા ન્યાયને પ્રોત્સાહન આપે. સાથે જ, એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સામાજિક અને આર્થિક રીતે નબળા સમાજના કોઈપણ વર્ગને ન્યાય મેળવવાની તકોથી વંચિત ન રાખવામાં આવે.