જો તમે IPO થી કમાણી કરવા માંગો છો તો તમારા માટે સારી તક છે. બે IPO આજે બંધ થઈ રહ્યા છે. રેમસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડનો SME IPO 17મી મેથી ખુલ્યા બાદ આજે બંધ થઇ રહ્યો છે.બીજી તરફ ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સનો IPO પણ આજે બંધ થઇ રહ્યો છે. 19 મે એટલેકે આજદિન સુધી ત્રણ દિવસ ચાલનારા આ IPO પર બેટ્સ મુકવા આજે છેલ્લો દિવસ છે.ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે. ઈસ્યુનો રિટેલ રોકાણકારોનો ક્વોટા 291.94 વખત સબસ્ક્રાઇબ થયો છે. જ્યારે, બિન-સંસ્થાકીય ખરીદદારોનો ક્વોટા 150.47 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
REMUS PHARMACEUTICALS LIMITED રૂ. 47.69 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેને ગ્રે માર્કેટમાં પણ તેને જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.IPO માટેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 1,150 – 1,229 નક્કી કરવામાં આવી છે. તેના એક લોટમાં 100 શેર હશે. આનો અર્થ એ છે કે તમારે ઓછામાં ઓછા એક લોટ પર દાવ લગાવવા માટે 1,22,900 લાખ રૂપિયા ખર્ચવા પડશે.
આ IPOને ગ્રે માર્કેટમાં જોરદાર પ્રતિસાદ મળ્યો છે. લોંચ કરતા પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ એટલે કે જીએમપી રૂ 100 છે. આનો અર્થ એ છે કે IPOના દરેક શેર પર 100 રૂપિયાનો નફો થઈ શકે છે. આ કિસ્સામાં, સ્ટોકનું લિસ્ટિંગ રૂ. 1,329 (1,229+100) પર અપેક્ષિત છે.
જણાવી દઈએ કે આ કંપની 2015માં અસ્તિત્વમાં આવી હતી. દવાઓના ફિનિશ્ડ ફોર્મ્યુલેશનના માર્કેટિંગ અને વિતરણમાં રોકાયેલ છે. આ કંપની API માં પણ ડીલ કરે છે. રેમસના ગ્રાહકો 20 થી વધુ દેશોમાં ફેલાયેલા છે અને તેના ઉત્પાદન પોર્ટફોલિયોમાં 31 જાન્યુઆરી, 2023 સુધીમાં 429 ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સ(Krishca Strapping Solutions)ના શેર 29 મે, 2023 ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ શકે છે. કંપનીનો IPO 16 મે 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો હતો અને આજે બંધ થઇ રહ્યો છે. IPOમાં શેરની ફાળવણી બુધવાર, 24 મે, 2023 ના રોજ અંતિમ રહેશે. ક્રિષ્કા સ્ટ્રેપિંગ સોલ્યુશન્સના શેર NSE SME એક્સચેન્જમાં લિસ્ટ થશે. છૂટક રોકાણકારો માત્ર 1 લોટ માટે બિડ કરી શકે છે. 1 લોટમાં 2000 શેર છે. એટલે કે 1 લોટ માટે રિટેલ રોકાણકારોએ 1.08 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
ડિસ્ક્લેમર : અહેવાલમાં આપેલી માહિતી માત્ર જાણકારી પુરી પાડવાનો પ્રયાસ છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેરમાં રોકાણ કરવું એ શેરબજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Published On - 2:04 pm, Fri, 19 May 23