Ahmedabad : કબૂતરબાજી કૌભાંડમાં 5 નકલી પાસપોર્ટ પકડાયા, મુખ્ય સૂત્રધાર બોબી પટેલ સહિત 18 સામે વધુ એક ફરિયાદ

|

Dec 29, 2022 | 9:56 AM

ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલની ચાંદલોડિયા ખાતેની ઓફિસમાંથી મળી આવેલા 79 પાસપોર્ટમાંથી 5 પાસપોર્ટ નકલી હોવાનું પુરવાર થયું છે.

ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના કબૂરબાજીના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલની ચાંદલોડિયા ખાતેની ઓફિસમાંથી મળી આવેલા 79 પાસપોર્ટમાંથી 5 પાસપોર્ટ નકલી હોવાનું પુરવાર થયું છે. જેના આધારે બોબી સહિત અમદાવાદના 4, ગાંધીનગરના 4, મુંબઈના 3, દિલ્હીના 5 અને અમેરિકાના 1 વ્યક્તિ મળીને 18 જણાં સામે વધુ એક ગુનો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. બોબી અને તેના સાગરીતો વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચમાં નોંધાયેલા ગુનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવી હતી. જેમાં પોલીસે તેની ઓફિસમાંથી પાસપોર્ટ, વિઝા તેમજ તે માટે જરુરી ડોકયુમેન્ટસ કબજે કર્યા હતા. જેથી બોબી સહિતના આરોપીઓ સામે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં કબૂતરબાજીનો બીજો ગુનો નોંધવામાં આવ્યો છે.

પાસપોર્ટ, વિઝા તેમજ તે માટે જરુરી ડોકયુમેન્ટસ કબજે કર્યા

તો આ તરફ  રાજ્યમાં પાંચ હજારથી વધારે બોગસ પાનકાર્ડ ઝડપાયા. એક જ નામે કે પછી ભળતા નામે સંખ્યાબંધ પાનકાર્ડ કઢાવીને ટેક્સની મોટાપાયે ચોરી કરાતી હોવાનું કૌભાંડ ઉજાગર થયું છે. આવકવેરા વિભાગે માર્ચ 2023 સુધીમાં આધારકાર્ડ સાથે પાનકાર્ડ નંબર લિંક કરવાનું ફરજિયાત કર્યું છે. આધારકાર્ડ અને પાનકાર્ડના નંબરો લિંક થતા સમગ્ર ગેરરીતિનો ખુલાસો થયો છે. અમદાવાદના આંબાવાડી અને વેજલપુર સ્થિત પ્રત્યક્ષ કર ભવનમાં રોજ અનેક અરજીઓ પાનકાર્ડ કેન્સલ કરાવવા માટે આવી રહી છે. પાંચ લાખ સુધીની આવક પર આમ તો કોઈ ટેક્સ નથી. પરંતુ જે લોકોની આવક 10 લાખથી વધુની છે. તેઓ જુદા-જુદા પાન નંબરનો ઉપયોગ કરીને ઈન્કમટેક્સ નીલ બતાવીને ચોરી કરે છે.

Next Video