Instagram reel : કૂતરાને ઠંડીથી બચાવવા વ્યક્તિએ કર્યુ તાપણું, યુઝર્સે વરસાવ્યો વખાણનો વરસાદ, જુઓ Video

સામાન્ય રીતે, રખડતા કૂતરાઓ શિયાળા દરમિયાન ઘરવિહોણા હોવાને કારણે ઠંડીમાં ઠરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, એક વ્યક્તિને રસ્તાના કિનારે તાપણુ કરતો જોવા મળે છે. ત્યાં એક કૂતરો તે વ્યક્તિ સુધી પહોંચે છે. આ પછી જે થાય છે તે દરેકને ભાવુક કરે છે.

Instagram reel : કૂતરાને ઠંડીથી બચાવવા વ્યક્તિએ કર્યુ તાપણું, યુઝર્સે વરસાવ્યો વખાણનો વરસાદ, જુઓ Video
person did his best to save the dog from cold
| Edited By: | Updated on: Jan 23, 2023 | 9:15 AM

સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં કેટલાક વીડિયો જોઈને આપણે ભાવુક થઈ જવાય છે. તો ઘણા વીડિયોને જોઈને હસવાનું રોકી શકતા નથી. સોશિયલ મીડિયા પર હાલમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જ્યાંએક માણસ રસ્તાના કિનારે રખડતા કૂતરાને ઠંડીથી બચાવતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : Twitter Video : દિપડા સામે ઝાડ પર વાનરવેડા કરવાનું વાંદરાને પડ્યું ભારે, જુઓ ચોંકાવનારો Video

અત્યારે દેશભમાં ઠંડીનું જોર વધુ છે. જેના કારણે રસ્તાના કિનારે રહેતા લોકો તેમજ ઘરોમાં રહેતા લોકો પણ ઠંડીથી બચવા ઘરોમાં તાપણું કરતા હોય છે. તાજેતરમાં આવી જ એક વ્યક્તિ રસ્તાના કિનારે તાપણું કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની પાસે કેટલાક બાળકો અને એક કૂતરો પણ જોવા મળે છે.

આગ પર કૂતરો

સામાન્ય રીતે, રખડતા કૂતરાઓ શિયાળા દરમિયાન ઘરવિહોણા હોવાને કારણે ઠંડીમાં ઠરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, એક વ્યક્તિને રસ્તાના કિનારે તાપણુ કરતો જોવા મળે છે. ત્યાં એક કૂતરો તે વ્યક્તિ સુધી પહોંચે છે. આ પછી જે થાય છે તે દરેકને ભાવુક કરે છે. વાસ્તવમાં, વીડિયોમાં, તાપણું કરતી વ્યક્તિ આગમાં હાથ શેકતી અને કૂતરાના શરીર પર શેકતી જોવા મળે છે.

 

 

વીડિયોને 1.2 મિલિયન વ્યૂઝ મળ્યા

કૂતરાને ઠંડીથી બચાવવા માટે આવું કરતા વ્યક્તિને જોઈને યુઝર્સ ભાવુક થઈ ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. જેને રિતિકા નામની યુવતીએ તેના ઈન્સ્ટાગ્રામ પર પ્રોફાઈલ પર શેર કર્યો છે. અત્યાર સુધી, વીડિયોને સોશિયલ મીડિયા પર 1.2 મિલિયનથી વધુ વ્યૂઝ અને એક લાખ 62 હજારથી વધુ લાઈક્સ મળી છે. તે જ સમયે, દરેક વ્યક્તિ કૂતરાને ઠંડીથી બચાવનાર વ્યક્તિને રિયલ હીરો કહી રહ્યા છે.