ભારતની એર સ્ટ્રાઇક સમયે જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં 300 મોબાઇલ હતા સક્રિય, પુરાવાને લઇને ટેક્નીકલ રિસર્ચ ટીમનો સૌથી મોટો દાવો

|

Mar 04, 2019 | 3:05 PM

ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક મામલે વિવાદો વચ્ચે મહત્વની માહિતી સામે આવી રહી છે. ભારતના હુમલામાં કેટલાં આતંકવાદીઓ માર્યા ગયા હતા તેનો આંકડો સામે આવ્યો છે. નેશનલ ટેક્નીકલ રિસર્સ ઓર્ગેનાઈઝેશન (NTRO)ના સર્વિલન્સથી જાણકારી હાથ લાગી છે. NTRO ના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીએ બાલાકોટમાં મોડી રાત્રે એર સ્ટ્રાઈક કરી […]

ભારતની એર સ્ટ્રાઇક સમયે જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં 300 મોબાઇલ હતા સક્રિય, પુરાવાને લઇને ટેક્નીકલ રિસર્ચ ટીમનો સૌથી મોટો દાવો

Follow us on

ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક મામલે વિવાદો વચ્ચે મહત્વની માહિતી સામે આવી રહી છે. ભારતના હુમલામાં કેટલાં આતંકવાદીઓ માર્યા ગયા હતા તેનો આંકડો સામે આવ્યો છે. નેશનલ ટેક્નીકલ રિસર્સ ઓર્ગેનાઈઝેશન (NTRO)ના સર્વિલન્સથી જાણકારી હાથ લાગી છે.

NTRO ના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાએ 26મી ફેબ્રુઆરીએ બાલાકોટમાં મોડી રાત્રે એર સ્ટ્રાઈક કરી હતી. તે સમયે જૈશ-એ-મોહમ્મદના કેમ્પમાં 300 જેટલા મોબાઈલ ફોન સક્રીય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, ભારતીય વાયુસેનાએ જ્યારે જૈશના કેમ્પો પર હુમલો કર્યો ત્યારે ત્યાં 300 આતંકવાદીઓ ત્યાં હાજર હતાં.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

RAW અને NTROએ ભારતીય વાયુસેનાને બાલાકોટ સ્થિત જૈશના કેમ્પમાં 300થી વધારે મોબાઈલ ફોન સક્રીય હોવાની જાણકારી આપી હતી. આ જાણકારી બાદ જ ભારતીય વાયુસેનાએ પોતાના ઘાતક એવા મિરાજ-2000 યુદ્ધ વિમાનોને મેદાનમાં ઉતાર્યા હતાં. મિરાજ-2000 વિમાનો અડધી રાત્રે પાકિસ્તાનમાં છેક 70 કિમી સુધી અંદર ઘુસીને જૈશના આતંકી કેમ્પ પર 1000 કિલોના બોમ્બ ઝિંકીને એર સ્ટ્રાઈક કરી હતી.

આ પણ વાંચો : સમગ્ર દેશનો એક જ પ્રશ્ન ક્યારે ઉડાવશે અભિનંદન વિમાન ?, આખરે ઍર ચીફે જ આપ્યો જવાબ

આ એર સ્ટ્રાઈક એટલી ઘાતક હતી તેના પુરાવો ખુદ જૈશના પ્રમુખ મસૂદ અઝહરના ભાઈએ જ પુરાવો આપ્યા હતા. અઝહરના ભાઈએ એર સ્ટ્રાઈકથી થયેલી તબાહી વર્ણવતી ઓડિયો ક્લિપ પણ સામે આવી હતી. જે પછી વાયુસેના પ્રમુખે પણ સોમવારે જણાવ્યું હતું કે તેમના દ્વારા પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી પરંતુ ત્યાં કેટલાં લોકો મર્યા તેની જાણકારી અમારી પાસે ન જ હોય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article