બાકી મિલકતવેરો ધરાવતા નાગરિકો સામે મહેસાણા નગરપાલિકાએ લાલ આંખ કરી છે. સમગ્ર શહેરમાં વેરા વસૂલાત માટે લોકોને ધડાધડ નોટિસ ફટકારી તવાઇ બોલાવવામાં આવી રહી છે. પરંતુ મહેસાણાની જ કેટલીક સરકારી કચેરીઓ એવી છે કે જેમણે છેલ્લા 5 વર્ષથી મિલકતવેરો ભર્યો નથી.
આ પણ વાંચો :Mandi : મહેસાણાના વિસનગર APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 7610 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
મહેસાણાની પોસ્ટ ઓફિસ, સરકારી શાળાઓ, તેમજ અન્ય સરકારી કચેરીઓનો અંદાજે 70 લાખનો મિલકતવેરો બાકી છે. જો કોઇ સામાન્ય વ્યક્તિ વેરો ન ભરે તો પાલિકા પાણી-ગટર સહિતના કનેક્શન કાપી નાખી સીલ કરવા સુધીની કાર્યવાહી કરતી હોય છે.
જ્યારે આ કચેરીઓ પાસેથી વેરા વસૂલાત માટે મહેસાણા પાલિકા ફક્ત માગણીપત્ર મોકલી કાર્યવાહી કર્યાનો સંતોષ માની રહી છે. ત્યારે હવે આ મામલે પાલિકાએ રાજ્ય સરકારની વેરા પ્રોત્સાહક વળતર યોજનાની જાહેરાત કરી છે. જેમાં વેરો ભરનારને પેનલ્ટી માફી સહિતના લાભ આપવામાં આવશે.
તો બીજી તરફ પોરબંદર પાલિકા વેરા વસુલાતમાં એટલી હદે આકરા પાણીએ આવી હતા કે લોકોના પાણીનું કનેક્શન જ કાપી નાખવાની જાહેરાત કરી હતી. શહેરના અનેક મિલકત ધારકોએ વેરો ન ભરતા પાલિકાએ નોટિસો પણ આપી હતી. પરંતુ લોકોએ વેરા સામે જે માગ કરી તેનાથી પાલિકા અકળાઈ ગઈ તો પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાએ વેરો નહીં ભરનાર નાગરિકો સામે વેરા વસૂલાતનું અભિયાન હાથ ધર્યું હતું. તેની સામે નાગરિકોએ પણ પાલિકાને સવાલ કર્યા હતાં.