
કેન્દ્ર સરકાર દ્વારા આરટીઓની તમામ સુવિધા ઓનલાઇન કરવામાં આવી રહી છે. ત્યારબાદ હવે લાયસન્સ માટેના નિયમોમા ફેરાફાર કરવામાં આવી રહ્યો છે. પ્રાથમિક તબક્કે લર્નિંગ લાઇસન્સ ઘરે બેઠા જ ઉમેદવારનો મેળવી શકે તેવી વ્યવસ્થા શરૂ કરવા માટે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આદેશ આપ્યો છે.
આ પણ વાંચો :Ahmedabad : ઇ-મેમો નથી ભર્યો તેવા લોકો માટે ચેતાવણી ! લાયસન્સ રદ કરવા આવા વાહનચાલકોનું લીસ્ટ RTOમા મોક્લાયું
ઉમેદવાર પોતાના મોબાઈલથી અથવા તો સાઈટ પરથી તેની પરીક્ષા પોતાની અનુકૂળતા મુજબ આપી શકે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. હવે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા આપતા પહેલા સરકારે નિયત કરેલો અભ્યાસક્રમ ફરજિયાત શીખવાનો રહેશે. ત્યારબાદ જ ઉમેદવાર પરીક્ષા આપવા માટે લાયક ગણવામાં આવશે. ઉમેદવારે અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે તેની સાબિતી માટે સર્ટિફિકેટ જનરેટ થશે.
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને પોતાની અનુકૂળતા મુજબ ઉમેદવારો ઘરે બેઠા જ લાયસન્સ મેળવી શકે તેવી ગોઠવાણ કરવાનું જણાવ્યું છે. જેમાં અભ્યાસક્રમ ક્યાં શીખવવો? અને ટેસ્ટ માટેના સેન્ટર ઊભા કરવા જેવી છૂટ પણ આપવામાં આવી છે.
લર્નિંગ લાયસન્સની પરીક્ષાનો પ્રોસિજર ફેસલેસ અને આધાર બેઝ રાખવાનું જણાવાયું છે. સરકાર દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરવા બે-ત્રણ આયામો ઉપર કાર્ય શરૂ કરવામાં આવશે. અગ્રસચિવ એમ.કે દાસે જણાવ્યુ હતું કે, ખુબજ જલ્દી આ સિસ્ટમ અમલમાં મુકવામાં આવશે.
લાયસન્સ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ નિયત ઉંમર થાય ત્યારબાદ પરીક્ષા આપવા માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. ત્યારબાદ પોતે નક્કી કરેલા આઈટીઆઈમાં જઇ પરીક્ષા આપવાની હોય છે. જો નપાસ થાય તો ફરી એપોઇન્ટમેન્ટ લઈ પરીક્ષા આપી શકે છે. અત્યારે લર્નિંગ કે પાકા લાયસન્સ માટે કોઈ અભ્યાસક્રમ નથી.
નવી લર્નિંગ લાયસન્સ પરીક્ષા પ્રણાલીમાં રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમ નક્કી કરવામા આવશે. જે શીખ્યા બાદ 7 દિવસમાં લર્નિંગ લાયસન્સ માટે નિયત પોર્ટલ અથવા મોબાઇલ એપ દ્વારા પરીક્ષા આપી શકશે. સિસ્ટમ ફેસ રેકગ્નાઈઝ અને આધારકાર્ડ બેઝ હશે.
લર્નિંગ લાયસન્સની પરીક્ષાના અભ્યાસક્રમમાં ટ્રાફિક સાઇન, ટ્રાફિક સિગ્નલ અને નિયમો, ડ્રાઇવરની ફરજ અને અકસ્માત સમયની કામગીરી, અનમેન રેલવે ક્રોસિંગ પસાર કરતી વખતે રાખવાની તકેદારી, કયા ડોક્યુમેન્ટ રાખવા,રોડ રેગ્યુલેશન જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવશે.
Published On - 11:10 am, Fri, 24 February 23