ગુજરાતમાં 2022ના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજ્યના તમામ મોટા પક્ષો ચૂંટણી મેદાનમાં કૂદી પડ્યા છે. ભાજપ (BJP) લાંબા સમયથી સત્તા પર છે. આવી સ્થિતિમાં સત્તા પોતાના હાથમાં રાખવા માટે પાર્ટી ખૂબ જ મહેનત કરી રહી છે. ભાજપ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, સોમવારે ગાંધીનગર (Gandhinagar) માં પાર્ટીના મહાસચિવ પ્રદીપસિંહ વાઘેલા અને ભાર્ગવ ભટ્ટની હાજરીમાં વડોદરા જિલ્લામાંથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ના 250 જેટલા નેતાઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. AAP નેતા સતીશ મકવાણા અને કોંગ્રેસ નેતા જયશ્રી ગોહિલ સોમવારે ભાજપમાં જોડાયા છે.
આ પ્રસંગે પક્ષના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પક્ષ દ્વારા કરવામાં આવતી જનસેવાને જોતા ભાજપમાં જોડાતા નેતાઓ અને કાર્યકરો આવકાર્ય છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટે IB સર્વેના આધારે દાવો કર્યો છે કે જો રાજ્યમાં હવે વિધાનસભાની ચૂંટણી થાય તો પાર્ટીને 55 થી 60 બેઠકો મળી શકે છે. તે જ સમયે, પાર્ટી દ્વારા કરવામાં આવેલા આંતરિક સર્વેમાં, તેને 58 બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવો AAPના નવનિયુક્ત ગુજરાત પ્રભારી અને રાજ્યસભાના સાંસદ પ્રોફેસર સંદીપ પાઠક અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કર્યો છે.
રાજ્યસભાના સાંસદ પ્રોફેસર પાઠકે કહ્યું કે તેઓ ગુજરાતની તમામ 182 બેઠકો પર પુરી તાકાત સાથે ચૂંટણી લડશે. તેઓ બીજા કે ત્રીજા સ્થાન માટે નહીં, પરંતુ સીધા પ્રથમ સ્થાન માટે ચૂંટણી લડશે. તેમણે દાવો કર્યો કે રાજ્ય સરકારની એજન્સીના મતે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 55 સીટો મળી શકે છે. જ્યારે પાર્ટીના પોતાના આંતરિક સર્વે અનુસાર વિધાનસભા ચૂંટણીમાં 58 બેઠકો મળી શકે છે.
પાઠકે કહ્યું કે અહીં 27 વર્ષથી ભાજપની સરકાર છે. હવે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છે. કોંગ્રેસ પરિવર્તન આપી શકે તેવી સ્થિતિમાં નથી. કોંગ્રેસ અહીં ભાજપને હરાવી શકશે નહીં. તેમણે કહ્યું કે આ વખતે લોકો પરિવર્તન ઈચ્છે છે. ગુજરાતમાં માત્ર AAP જ ભાજપને હરાવી શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો