મુંબઈ જનાર ગુજરાતીઓ માટે સારા સમાચાર ! ગુજરાતના આ શહેરમાંથી શરુ થશે બે સ્પેશિયલ ટ્રેન

|

Jan 24, 2023 | 3:18 PM

ગુજરાતથી મુંબઈ જનાર મુસાફરો માટે સારા સમાચાર છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે જેમાં રેલવે વિભાગે મુસાફરો દ્વારા નવી બે ટ્રેન શરુ કરવામાં આવશે

મુંબઈ જનાર ગુજરાતીઓ માટે સારા સમાચાર !  ગુજરાતના આ શહેરમાંથી શરુ થશે બે સ્પેશિયલ ટ્રેન
બિકાનેર સ્પેશિયલ ટ્રેનનો રુટ લંબાવવામાં આવ્યો

Follow us on

ગુજરાતથી મુંબઈ જનાર મુસાફરો માટે સારા સમાચાર છે. પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે જેમાં રેલવે વિભાગે મુસાફરો દ્વારા નવી બે ટ્રેન શરુ કરવામાં આવશે. બાંદ્રા ટર્મિનસ-ભુજ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર બે ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તરીકે ચલાવવાનો નિર્ણય કર્યો છે.

બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન

બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન બાંદરા ટર્મિનસથી શુક્રવારે 27 મી જાન્યુઆરીના રોજ સવારે 9.15 વાગ્યે ઉપડશે અને રાતે 11.45 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન ભાવનગરથી પરત ગુરૂવારે 26 જાન્યુઆરીએ બપોરે 2.50 કલાકે ઉપડશે જે ટ્રેન શુક્રવાકરે સવારે 6 કલાકે બાંદરા ટર્મિનસ પહોંચશે.

આ પણ વાંચો : Kutch: 22 વર્ષ બાદ કંડલા પોર્ટ ઉપર ઓઈલ જેટીનું નિર્માણ, સાગરમાલા, ગતિશક્તિ જેવી યોજનાઓ હેઠળ બંદરોનો જેટ ગતિએ વિકાસ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશ્યલ ટ્રેન

બાંદરા ટર્મિનસ-ભૂજ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 25મી જાન્યુઆરી 2023ના દિવસથી શરુ કરવામાં આવશે. આ ટ્રેન બુધવારે સાંજે 7.25 વાગ્યે બાંદરા ટર્મિનલથી ઉપડશે અને ગુરુવારે 10.25 સવારે ભૂજ પહોંચશે. ભુજ સ્પેશ્યલ ટ્રેન શુક્રવારે 27 જાન્યુઆરી 2023ના રોજ ભૂજથી બપોરે 1.15 કલાકે ઉપડશે અને શનિવાર સવારે 4.15 વાગ્યે બાંદરા પહોંચશે.

ક્યાં સ્ટેશને ઉભી રહેશે ભુજ અને ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન

બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશ્યલ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખ્યારી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર ઉભી રહેશે. તેમજ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી 2-ટાયર, 3-ટાયર તેમજ સ્લીપર કોચ અને જનરલ કોચ પણ હશે. જ્યાં બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા જંક્શન, અમદાવાદ જંક્શન, સુરેન્દ્રનગર, બોટાદ, ધોળા, સોનગઢ અને ભાવનગર સ્ટેશન પર ઉભી રહેશે. તેમજ આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી 2-ટાયર, 3-ટાયર તેમજ સ્લીપર કોચ અને જનરલ કોચ હશે.

મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટ

ગુજરાતમાં, પ્રોજેક્ટ હેઠળ 25.28 કિમી વાયડક્ટ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમાં વડોદરા નજીક 5.7 કિમી સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 19.58 કિમીના બાંધકામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાતના તમામ 8 જિલ્લાઓ અને DNHમાંથી પસાર થતા ટ્રેક પરનું બાંધકામનું કામ પૂરા જોર શોરથી કામગીરી શરુ કરવામાં આવી છે.રેલવે મંત્રાલયે મુંબઈ- અમદાવાદ બુલેટ પ્રોજેકટ પર અપડેટ આપતા જણાવ્યું કે ગુજરાત સરકારની યોજના હેઠળ 25.28 વર્ગના વાયડકટ પૂર્ણ કરવામાં આવ્યું છે જેમા વડોદરા નજીક 5.7 કિમી સતત વાયડક્ટ અને વિવિધ સ્થળોએ 19.58 કિમીના બાંધકામનો સમાવેશ થાય છે.

Published On - 1:48 pm, Tue, 24 January 23

Next Article