Gandhinagar : કલોલમાં રહેતો પરપ્રાંતિય પરિવાર વિદેશ ફરવા જવાનું કહીને નીકળ્યો હતો ! એજન્ટ કેતુલ ફરાર

 આ ઘટનામાં એજન્ટ કેતુલ પટેલની વિગતો સામે આવી હતી . કલોલમાં કેતુલ પટેલ અન્ય બીજા 2 સાગરિત સુવ્યસ્થિત રીતે ગેરકાયેદર અમેરિકા મોકલવાનું કામ કરતા હતા. આ લોકો જેને પણ અમેરિકા જવાની ઇચ્છા હોય તેમનો સંપર્ક કરી ફેમિલી સાથે જવા 1.25 કરોડ  જેટલી રકમ વસૂલતા હતા

Gandhinagar : કલોલમાં રહેતો પરપ્રાંતિય પરિવાર વિદેશ ફરવા જવાનું કહીને નીકળ્યો હતો ! એજન્ટ કેતુલ ફરાર
| Edited By: | Updated on: Dec 23, 2022 | 1:07 PM

ફરીથી એકવાર અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરતા ગુજરાતના કલોલના છત્રાલમાં રહેતા વ્યક્તિનું  મોત થયું હોવાની  ઘટના સામે આવી છે. છત્રાલની ગેલેક્સી સોસાયટીમાં રહેતો આ વ્યક્તિ પરિવાર સાથે વિદેશમાં ફરવા જવાનું કહીને  નીકળ્યો હતો. મૃતકનું નામ બ્રિજ યાદવ હોવાનું જાણવા મળ્યું છે. બ્રિજ યાદવનું ગેરકાયદે ઘૂસણખોરી કરતા દીવાલ કૂદતા મોત થયું હતું. તેના પત્ની  પણ દીવાલ કૂદતા અમેરિકાની હદમાં પટકાયા હતા અને તેમના હાથમાં ફ્રેકચર થયું હતું. આ દંપતિ સાથે તેમનો 3 વર્ષનો દીકરો પણ હતો. હાલમાં મૃતકની પત્ની અને દીકરો  સારવાર હેઠળ છે. પ્રાથમિક માહિતી અનુસાર 40 લોકો અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હતા તે સમયે આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનામાં કલોલ પોલીસ મૃતકના ઘેર પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મેક્સિકો સરહદથી ગેરકાયદે ઘૂસતા બ્રિજ યાદવનું મોત, પત્ની-પુત્ર ગંભીર હાલતમાં

આ ઘટનામાં બ્રિજ યાદવનું મોત થયું છે અને તેની પત્ની તથા પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે  આ દંપત્તિ ફરવા જવાનું કહીને તારીખ  18-11-22ના રોજ ઘેરથી નીકળ્યો હતો. જોકે તેના પરિવારે ટીવી9ના જણાવેલી વિગતો પ્રમાણે આ લોકો સાથે 15 દિવસથી કોઈ સંપર્ક થયો નથી.

બ્રિજ યાદવે ડમી પાસપોર્ટ બનાવ્યો હોવાની શક્યતા

આ ઘટનામાં એવી શકયતા સેવવામાં આવી રહી છે કે  બ્રિજ યાદવે એજન્ટ દ્વારા ખોટા  દસ્તાવેજના આધારે પાસપોર્ટ મેળવ્યો હશે.   આ ઘટનામાં એજન્ટ કેતુલ પટેલની વિગતો સામે આવી હતી . કલોલમાં કેતુલ પટેલ અન્ય બીજા 2 સાગરિત સુવ્યસ્થિત રીતે ગેરકાયેદર અમેરિકા મોકલવાનું કામ કરતા હતા. આ લોકો જેને પણ અમેરિકા જવાની ઇચ્છા હોય તેમનો સંપર્ક કરી ફેમિલી સાથે જવા 1.25 કરોડ  જેટલી રકમ વસૂલતા હતા અને  ભારતથી વાયા મેક્સિકો બોર્ડર પર ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા. આ ઘટનામાં સામેલ એજન્ટ કેતુલ સહિત અન્ય 2 સાગરિત ફરાર છે એજન્ટ કેતુલ અને તેના સાગરિતો જે પાન પાર્લરની  જગ્યાએ બેસતા હતા તે  પાન પાર્લર બે દિવસથી બંધ છે.   આ અંગે  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

અગાઉ મહેસાણાનો પરિવાર ભેટયો હતો મોતને

નોંધનીય છે કે અગાઉ  મહેસાણાના યુવકનું તથા તેના  પરિવારનું મોત થયું હતું.  યુએસ બોર્ડર પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ઠંડીથી મહેસાણાના પરિવારનું મૃત્યુ થયું હોવાની ઘટના  સામે આવી હતી. આ  મૃતકો મૂળ મહેસાણાના  ડિંગુચાના હોવાનું સામે આવ્યું હતું અને  મૃતકોમાં પતિ-પત્ની અને બે સંતાનો હતા.જેમાં પતિ ઓળખ તેજસ પટેલ અને પત્નીની ઓળખ અલ્કા પટેલ તરીકે કરાઈ  હતી તેમજ  12 વર્ષની દીકરી અને એક 3 વર્ષનો દીકરો હતો. આ પ્રકારની ઘટના વારંવાર સામે આવતી હોવા છતાં લોકો ગેરકાયદે  વિદેશમાં ઘૂસવાનો પ્રયત્ન કરીને  દુર્ઘટનાનો ભોગ  બને છે.